પનીર મખ્ખની | Paneer Makhani Recipe
તરલા દલાલ દ્વારા
Added to 1958 cookbooks
This recipe has been viewed 13276 times
પંછાબી હોટલમાં ખાવાવાળાની આ એક ખાસ મનપસંદ વાનગી છે. પનીર મખ્ખની નામ જ જણાવે છે કે પંજાબની આ વાનગી સ્વાદથી ભરપુર છે અને તેની ખાસિયત છે પંજાબીઓની સૌથી મનપસંદ સામગ્રી – માખણ. પારંપારીક પંજાબી ઘરમાં મહિલાઓ મલાઇદાર દૂધ વડે સફેદ માખણ બનાવતી હોય છે. માખણ બનાવ્યા પછી બાકી રહેલું પ્રવાહી પણ એટલું જ સ્વાદીષ્ટ અને ઠંડકદાઇ હોય છે. અહીં નરમ પનીરના ટુકડા ટમેટાની ગ્રેવીમાં મેળવવામાં આવ્યા છે, જે પનીરના ચાહકોને જરૂર અજમાવા જેવી આ વાનગી છે.
Add your private note
પનીર મખ્ખની - Paneer Makhani Recipe in Gujarati
તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય:    
૩ માત્રા માટે
ગ્રેવી માટે- એક ઊંડી કઢાઇમાં ૧ ૧/૨ કપ પાણી સાથે બધી વસ્તુઓ મેળવી ને ઉંચા તાપ પર ૧૦ થી ૧૫ મિનિટ સુધી અથવા ટમેટા બરોબર બફાઇને નરમ થાય ત્યાં સુધી તેને વચ્ચે હલાવતા રહી, બાફી લો.
- તેને ઠંડું પાડ્યા પછી મિક્સરમાં ફેરવી સુંવાળું મિશ્રણ બનાવી બાજુ પર રાખો.
આગળની રીત- એક ઊંડી કઢાઇમાં માખણ ગરમ કરી, તેમાં લસણની પેસ્ટ મેળવીને મધ્યમ તાપ પર થોડી સેકંડ સાંતળી લો.
- તે પછી તેમાં તજ, લવિંગ, એલચી અને તમાલપત્ર મેળવી મધ્યમ તાપ પર થોડી વધુ સેકંડ સાંતળી લો.
- તે પછી તેમાં કસૂરી મેથી, ગરમ મસાલો, ટૉમેટો પ્યુરી, તૈયાર કરેલી ગ્રેવી અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૨ થી ૩ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
- તે પછી તેમાં દહીં મેળવી બરોબર મિક્સ કરી ૧ મિનિટ સુધી રાંધી લો.
- અંતમાં તેમાં સાકર, ૧/૪ કપ પાણી, પનીર અને ફ્રેશ ક્રીમ મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૨ મિનિટ સુધી રાંધી લો.
- ફ્રેશ ક્રીમ વડે સજાવીને ગરમ ગરમ પીરસો.
Other Related Recipes
Accompaniments
પનીર મખ્ખની has not been reviewed
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe