વન મીલ સૂપ રેસિપી | હાઈ બ્લડ પ્રેશર માટે દાળ અને વેજીટેબલ સૂપ | પૌષ્ટિક સૂપ | One Meal Soup, Healthy Indian Dal Vegetable Soup
તરલા દલાલ દ્વારા
Added to 103 cookbooks
This recipe has been viewed 6393 times
વન મીલ સૂપ રેસિપી | હાઈ બ્લડ પ્રેશર માટે દાળ અને વેજીટેબલ સૂપ | પૌષ્ટિક સૂપ | one meal soup in gujarati | with 32 amazing images.
એક અતિ પોષણદાઇ સૂપ જે હ્રદય માટે ખૂબ જ ઉપયોગી ગણી શકાય એવું છે. આ વન મીલ સૂપમાં મેળવેલા શાકના ઉત્તમ ગુણ અને તે ઉપરાંત તેમાં મેળવેલી મગની દાળ તમને સારી માત્રામાં ફાઇબર અને પ્રોટીન પૂરા પાડે છે.
આ ઉપરાંત વન મીલ સૂપમાં રહેલા વિટામીન-સી નું પ્રમાણ તમારા શરીરના મૂળમાં ઉત્પન્ન થતા ફ્રી રેડીકલ્સ (free radicals) વડે નુકશાન થતી રક્તનલિકાને રક્ષણ આપે છે. જો તમે અહીં જણાવેલી માત્રાના પ્રમાણમાં મીઠાનો ઉપયોગ કરશો, તો જેમને લોહીના ઉચ્ચ દબાણની તકલીફ રહે છે તેમના માટે પણ આ વાનગી ઉત્તમ ગણી શકાય એવી છે. અન્ય લોકો તેમાં જરૂર પૂરતું વધારાનું મીઠું મેળવી શકે છે.
વન મીલ સૂપ માટે- વન મીલ સૂપ બનાવવા માટે, મગની દાળને પ્રેશર કૂકરમાં ૧૧/૨ કપ પાણી સાથે ભેગું કરો અને ૨ સીટી માટે પ્રેશર કુક કરો.
- ઢાંકણ ખોલતા પહેલા વરાળને બહાર નીકળવા દો. બાજુ પર રાખો.
- એક ઊંડા પેનમાં તેલ ગરમ કરી તેમાં લસણ, આદુ, લીલા મરચાંની પેસ્ટ અને કાદાં મેળવી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સાંતળી લો.
- હલકી ઉકાળેલી મિક્સ શાકભાજી ઉમેરો અને મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
- મગની દાળ અને ૧૧/૨ કપ પાણી મિક્સ કરો, સ્વાદાનુસાર મીઠું અને મરીનો પાવડર ઉમેરો.
- સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી રાંધી લો.
- સુવાની ભાજી અને લીંબુનો રસ ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
- વન મીલ સૂપ ગરમાગરમ પીરસો.
Other Related Recipes
વન મીલ સૂપ has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe