ઓટસ્ મટર ઢોસા | Oats Mutter Dosa ( Fibre Rich Recipe )


દ્વારા

ओटस् मटर डोसा - हिन्दी में पढ़ें (Oats Mutter Dosa ( Fibre Rich Recipe ) in Hindi) 

Added to 248 cookbooks   This recipe has been viewed 7393 times

આ ઝટપટ બનતા ઢોસાનો ખીરો ઊર્જા, પ્રોટીન અને ફાઈબરથી ભરપુર છે. ઓટસ્ માં સોલ્યુબલ ફાઈબર – “બીટા ગ્લુકન” ની માત્રા અધિક હોય છે અને તે માટે આપણે ઓટસ્ નું સેવન દરરોજ કરવું જોઈએ. અડદની દાળ અને ગાજરનો ઉમેરો આ ઢોસામાં પ્રોટીન અને વિટામીન-એ નો પણ ઉમેરો કરે છે. તો ઝટપટ બનાવો આ ઢોસા અને તમારી મનપસંદ ચટણી સાથે પીરસો.

સામગ્રી

ઢોસાના ખીરા માટે
૧ કપ ક્વીક કુકીંગ રોલ્ડ ઓટસ્
૧/૪ કપ અડદની દાળ
મીઠું , સ્વાદાનુસાર

પૂરણ માટે
૧ ૧/૨ ટીસ્પૂન તેલ
૧/૪ ટીસ્પૂન રાઈ
લીલો મરચો , ચીરી પાડેલો
૧/૨ કપ ઝીણા સમારેલા કાંદા
૧/૨ કપ ખમણેલા ગાજર
૧/૪ કપ અર્ધ-ઉકાળેલા લીલા વટાણા
મીઠુ , સ્વાદાનુસાર
૧/૨ ટીસ્પૂન ચાટ મસાલો
૧ ટીસ્પૂન મરચાં પાવડર
૧ ટીસ્પૂન લીંબૂનો રસ

અન્ય સામગ્રી
૨ ૧/૪ ટીસ્પૂન તેલ , ચોપડવા અને રાંધવા માટે

પીરસવા માટે
ચટણી
વિધિ
ઢોસાના ખીરા માટે

    ઢોસાના ખીરા માટે
  1. ઓટસ્, અડદની દાળ અને મીઠું મિક્સ કરી મિક્સરમાં ફેરવીને ઝીણું પાવડર તૈયાર કરો.
  2. પછી તેમાં ૧ ૩/૪ કપ પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી રેડી શકાય એવું નરમ ખીરૂં તૈયાર કરીને ૧૦ થી ૧૫ મિનિટ માટે ઢાંકીને બાજુ પર રાખો.

પૂરણ માટે

    પૂરણ માટે
  1. એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી, તેમાં રાઈ અને લીલા મરચાં ઉમેરો.
  2. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં કાંદા મેળવી ધીમા તાપ પર ૨ થી ૩ મિનિટ કાંદા અર્ધ-પારદર્શક બને ત્યાં સુધી સાંતળી લો.
  3. પછી તેમાં ગાજર અને લીલા વટાણા ઉમેરી મધ્યમ તાપ પર વધુ ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
  4. પછી તેમાં મીઠું, ચાટ મસાલો અને મરચાં પાવડર મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૧ થી ૨ મિનિટ સુધી રાંધી લો.
  5. છેલ્લે તેમાં લીંબુનો રસ મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ એક મિનિટ સુધી રાંધી લો.
  6. આ મિશ્રણના ૮ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.

આગળની રીત

    આગળની રીત
  1. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર ૧/૪ ટીસ્પૂન તેલ સારી રીતે ચોપડી લો.
  2. તે પછી તવા પર એક ચમચા જેટલું ખીરૂં રેડી ચમચા વડે તેને ગોળ ફેરવી ૧૭૫ મી. મી. (૭")ના વ્યાસનો ગોળ ઢોસો તૈયાર કરો.
  3. આ ઢોસાની કીનારીઓ પર ૧/૪ ટીસ્પૂન જેટલું તેલ રેડી મધ્યમ તાપ પર ઢોસો હલકા બ્રાઉન રંગનો બને ત્યાં સુધી રાંધી લો.
  4. આમ તૈયાર થયેલા ઢોસાની મધ્યમાં પૂરણનો એક ભાગ મૂકી, ઢોસાને વાળી લો.
  5. આ જ રીતે બાકી રહેલા ખીરા વડે ૭ ઢોસા તૈયાર કરી લો.
  6. તમારી મન ગમતી ચટણી સાથે તરત જ પીરસો.

હાથવગી સલાહ:

    હાથવગી સલાહ:
  1. ખીરૂ તૈયાર કરીને લાંબો સમય રાખવું નહીં, નહીં તર તે ઘટ્ટ થઈ જશે અને તેથી તેને પાથરવા માટે તકલીફ થશે.
Accompaniments

RECIPE SOURCE : Top 10 Healthy FoodsBuy this cookbook

Also View These Popular Recipes

Related Articles
Recipe Contest

No Contest Announced



View contest archive....
Rate and review this recipe and get 15 days FREE bonus membership!
Subscribe to the free food mailer

Soya

Missed out on our mailers?
Our mailers are now online!

View Mailer Archive

Privacy Policy: We never give away your email

REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Password?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Are you sure you want to delete this review ?

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Reviews