મિસળ પાવ | મહારાષ્ટ્રીયન મિસળ પાવ | મુંબઈ ના પ્રખ્યાત મિસલ પાવ ની ગુજરાતી રેસીપી | Misal Pav Or How To Make Misal Pav
તરલા દલાલ દ્વારા
Added to 361 cookbooks
This recipe has been viewed 16866 times
મિસળ પાવ | મહારાષ્ટ્રીયન મિસળ પાવ | મુંબઈ ના પ્રખ્યાત મિસલ પાવ ની ગુજરાતી રેસીપી | Misal Pav in Gujarati | with 25 amazing photos.
મહારાષ્ટ્રની એક અતિ પ્રખ્યાત વાનગી મિસલ, એક એવી વાનગી છે જે સ્વાદિષ્ટ તો છે ઉપરાંત તેમાં લહેજત પણ વધુ મળે છે. મિસલ પાંવમાં આરોગ્યદાઇ કઠોળ સાથે ટમેટા અને કાંદાનો તીખો સ્વાદ તમારા નાકમાં પાણી આવી જાય એવો અનુભવ કરાવે છે.
તે ઉપરાંત તેમાં મેળવેલો મસાલા પાવડર અને ખાસ તૈયાર કરેલો નાળિયેર-કાંદાનો મસાલો તેની તીખાશમાં વધારો કરે છે. અહીં આ તીખાશને વધુ સ્વાદિષ્ટ બનાવવામાં તેમાં ચેવડો, બટાટા પોહા અને બીજી યોગ્ય વસ્તુઓ મેળવીને લાદી પાંવ સાથે પીરસીને, આ મિસલને વધુ ભપકાદાર બનાવવામાં આવ્યું છે.
મિસલ મસાલા માટે- એક ખુલ્લા પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં કાંદા અને ખમણેલું નાળિયેર મેળવી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી સૂકા શેકી લો.
- તે પછી તેમાં બાકી રહેલી બધી વસ્તુઓ મેળવી મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેને તાપ પરથી નીચે ઉતારી ઠંડું થવા બાજુ પર રાખો.
- જ્યારે તે સંપૂર્ણ ઠંડું થઇ જાય તે પછી તેને મિક્સરમાં ફેરવી જરાપણ પાણીનો ઉપયોગ ન કરતા, સુંવાળું પાવડર બનાવી બાજુ પર રાખો.
મિસલ માટે- પ્રેશર કુકરના વાસણમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ મેળવો.
- જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં કાંદા મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં તૈયાર કરેલો મસાલો મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં ટમેટા, હળદર અને થોડું પાણી (લગભગ ૧ ટેબલસ્પૂન) મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૨ થી ૩ મિનિટ સુધી રાંધી લો.
- તે પછી તેમાં ફણગાવેલા કઠોળ મઠ, સફેદ વટાણા, મગ અને ચોળા મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- તે પછી તેમાં ૨ કપ ગરમ પાણી અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી પ્રેશર કુકરની ૩ સીટી સુધી રાંધી લો.
- પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળને નીકળી જવા દો.
- છેલ્લે તેમાં મરચાં પાવડર, ૧/૨ કપ પાણી અને કોથમીર મેળવી સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૩ થી ૪ મિનિટ સુધી રાંધી લો.
આગળની રીત- પીરસવાના થોડા સમય પહેલા મિસલનો ૧/૪ ભાગ એક બાઉલમાં રાખી તેની પર ૨ ટેબલસ્પૂન મિક્સ ફરસાણ, ૨ ટેબલસ્પૂન બટાટા પોહા, ૨ ટેબલસ્પૂન કાંદા અને ૧ ટેબલસ્પૂન કોથમીર છાંટી લો.
- આ જ પ્રમાણે બાકી રહેલી સામગ્રી વડે બીજા ૩ બાઉલ તૈયાર કરો.
- લાદી પાંવ અને લીંબુ સાથે તરત જ પીરસો.
Other Related Recipes
Accompaniments
મિસલ પાંવ ની રેસીપી has not been reviewed
2 FAVOURABLE REVIEWS
The most Helpful Favourable review
Reviewed By
Manasi MS,
September 11, 2012
This recipe turned out to be super delicious. It's a hit. Thanks a ton Mrs. Tarla Dalal for such a simple and mouth watering recipe.
I had tried preparing misal so many times before but it never turned out so yummy... !!
My suggestion is to follow the recipe 100% without any variation and feel proud to make your family happy.
1 of 1 members found this review helpful
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe