પોડી ઇડલી | મૂલગાપૂડી ઈડલી | દક્ષિણ ભારતીય મૂલગાપૂડી ઈડલી | Milagai Podi Idli, Podi Idli
તરલા દલાલ દ્વારા
Added to 41 cookbooks
This recipe has been viewed 2922 times
પોડી ઇડલી | મૂલગાપૂડી ઈડલી | દક્ષિણ ભારતીય મૂલગાપૂડી ઈડલી | milagai podi idli recipe in gujarati | with 26 amazing images.
વધેલી ઇડલી થી તમારા બાળકોને ગમશે તેવું એક મનોરંજક ટિફિન ટ્રીટમાં રૂપાંતરિત જુઓ. ઈડલીના ટુકડાને ઘી અને પોડીની સાથે ટૉસ કરવા થી તે મસાલેદાર અને સ્વાદિષ્ટ બને છે, અને એ પણ ખાતરી આપે છે કે તે ટિફિન બોક્સમાં લગભગ ૫ કલાક સુધી નરમ અને ભેજવાળું રહે છે.
જ્યારે તમારી પાસે બચી ગયેલી ઇડલી ન હોય ત્યારે પણ, તમે મીની ઇડલી પ્લેટમાં બનાવેલી બટન ઇડલી સાથે પણ આ દક્ષિણ ભારતીય મૂલગાપૂડી ઈડલી બનાવી શકો છો. આ બાળકો માટે વધુ આક્રષર્ક દેખાશે!
નાની રીસેસ ના કોમ્બો ને સંપૂર્ણ કરવા માટે ટિફિનમાં મસાલા અનેનાસ પણ પેક કરો.
પોડી ઇડલી બનાવવા માટે- એક પહોળા નોન-સ્ટીક પેનને ગરમ કરી તેમાં અડદની દાળ નાખો. મધ્યમ આંચ પર ૨ થી ૩ મિનિટ સુધી અથવા તેમાં આછા બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સુકી શેકી લો. એક સપાટ પ્લેટ પર કાઢો, તેને સરખી રીતે ફેલાવો અને ઠંડુ થવા માટે એક બાજુ રાખો.
- એ જ પેનમાં ચણાની દાળ નાખો. મધ્યમ આંચ પર ૨ મિનિટ સુધી અથવા તેમાં આછા બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સુકી શેકી લો. એક સપાટ પ્લેટ પર કાઢો, તેને સરખી રીતે ફેલાવો અને ઠંડુ થવા માટે એક બાજુ રાખો.
- એ જ પેનમાં લાલ મરચા પણ નાખો અને તેને ૩૦ સેકંડ સુધી શેકી લો.
- તેમાં કડી પત્તા ઉમેરો અને મધ્યમ આંચ પર ૧ મિનિટ માટે શેકી લો.
- એ જ ફ્લેસપાટ પ્લેટમાં લાલ મરચાં અને કડી પત્તા ને ઉમેરો, તેને સરખી રીતે ફેલાવો અને આ મિશ્રણને ૧૫ થી ૨૦ મિનિટ સુધી ઠંડુ થવા માટે એક બાજુ રાખો.
- હિંગ અને મીઠું નાખી મિક્સરમાં થોડો દરદરો પાવડર થવા સુધી પીસી લો.
- મૂલગાપૂડી પાઉડરને હવાબંધ બરણીમાં સ્ટોર કરો અને જરૂર મુજબ વાપરો.
મૂલગાપૂડી ઈડલી બનાવવા માટે- દક્ષિણ ભારતીય મૂલગાપૂડી ઈડલી બનાવવા માટે, એક પહોળા નોન-સ્ટીક પેનમાં ઘી ગરમ કરો, મૂલગાપૂડી પાઉડરને ઉમેરો અને મધ્યમ આંચ પર થોડી સેકંડ માટે સાંતળી લો.
- ઈડલી ઉમેરો, ધીમે ધીમે મિક્સ કરો અને મધ્યમ આંચ પર ૧ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
મૂલગાપૂડી ઈડલી કેવી રીતે પેક કરવી- મૂલગાપૂડી ઈડલીને સંપૂર્ણપણે ઠંડુ થવા દો, અને હવાબંધ ટિફિન બોક્સમાં પેક કરો.
Other Related Recipes
પોડી ઇડલી | મૂલગાપૂડી ઈડલી | દક્ષિણ ભારતીય મૂલગાપૂડી ઈડલી has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe