લીલી ગ્રેવીમાં મેથીના મૂઠીયા | Methi Muthia in Green Gravy
તરલા દલાલ દ્વારા
Added to 23 cookbooks
This recipe has been viewed 3942 times
આમતો મેથીના મૂઠીયા ચહા સાથે પીરસવામાં આવતો પ્રખ્યાત ગુજરાતી નાસ્તો છે જેને બાફવામાં અથવા તળવામાં આવે છે. અહીં તળેલા મૂઠીયાની સાથે તાજા લીલા વટાણાને મોઢામાં પાણી છૂટે એવી નાળિયેરની ગ્રેવીમાં ઉમેરવામાં આવ્યા છે, જે રોટી સાથે પીરસવામાં આવે ત્યારે અત્યંત મોહક જોડાણ પૂરવાર થાય છે.
મેથીના મૂઠીયા માટે- એક બાઉલમાં બધી સામગ્રી ભેગી કરી તેમાં લગભગ ૩ ટેબલસ્પૂન જેટલું પાણી મેળવી નરમ કણિક તૈયાર કરો.
- આ કણિકના ૧૨ સરખા ભાગ પાડીને દરેક ભાગને બન્ને હથેળીની વચ્ચે વાળીને ગોળ ડપકા તૈયાર કરો.
- એક કઢાઇમાં તેલ ગરમ કરી, તેમાં એક સાથે થોડા-થોડા ડપકા નાંખીને તે દરેક બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લીધા પછી ટીશ્યુ પેપર પર કાઢી સૂકા કરી બાજુ પર રાખો.
આગળની રીત- એક ઊંડી કઢાઇમાં તેલ ગરમ કરી, તેમાં કાંદા નાંખી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
- પછી તેમાં તૈયાર કરેલી પેસ્ટ મેળવી મધ્યમ તાપ પર વધુ ૨ થી ૩ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં નાળિયેરનું દૂધ-કોર્નફ્લોરનું મિશ્રણ, ૧ કપ પાણી અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી ઉકાળી લો.
- પછી તેમાં લીલા વટાણા મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી રાંધી લો.
- તાપને બંધ કરી, તેમાં મૂઠીયા ઉમેરી હળવેથી મિક્સ કરી લો.
- તરત જ પીરસો.
Other Related Recipes
Accompaniments
લીલી ગ્રેવીમાં મેથીના મૂઠીયા has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe