મઠ અને પૌવાનો ચિવડો | Matki Poha Chivda
તરલા દલાલ દ્વારા
Added to 28 cookbooks
This recipe has been viewed 5699 times
તમને દીવસની શરૂઆત એક અલગ નાસ્તાથી કરવી છે?
તો આ એક અસામાન્ય પોહાની વાનગીનો સ્વાદ માણો, જેમાં ભરપૂર મસાલેદાર મઠ મેળવવામાં આવી છે. જો તમને આ ચેવડો પસંદ આવે, તો તમે તેને આગળથી તૈયાર કરી રાખો અને જ્યારે નાસ્તો ખાવાની ઇચ્છા થાય ત્યારે તેની મજા માણો.
સવારના નાસ્તાના બીજા વ્યંજન પણ અજમાવો જેમ કે ઓટસ્ મટર ઢોસા અને કડુબુ.
પૌવા ચિવડા માટે- એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ ઉમેરો.
- જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં હળદર, હીંગ, પૌવા, સાકર અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પ૨ ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી સાંતળી લો.
- આ મિશ્રણના ૪ સરખાં ભાગ પાડી બાજુ પર રાખો.
મસાલા મઠ માટે- એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં કાંદા ઉમેરી, મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી અથવા કાંદા અર્ધપારદર્શક થાય ત્યાં સુધી સાંતળી લો.
- તે પછી તેમાં હીંગ, હળદર, ફણગાવેલા મઠ, મીઠું અને ૧/૪ કપ પાણી ઉમેરી, સારી રીતે મિક્સ કરી પૅનને ઢાંકણ વડે ઢાંકીને ધીમા તાપ પર ૪ થી ૫ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- તે પછી તેમાં મગફળી, કોથમીર અને મરચાં પાવડર મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ ૧ મિનિટ સુધી રાંધી લો.
- છેલ્લે તેમાં લીંબુનો રસ મેળવી, તાપને બંધ કરી મિશ્રણને સારી રીતે મિક્સ કરી લો.
- આ મિશ્રણના ૪ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
પીરસવાની રીત- તૈયાર કરેલા પૌવા ચિવડાનો એક ભાગ એક બાઉલમાં મૂકીને તેની પર તૈયાર કરેલો મસાલા મઠનો એક ભાગ પાથરી
- તરત જ પીરસો.
Other Related Recipes
Accompaniments
મઠ અને પૌવાનો ચિવડો has not been reviewed
1 FAVOURABLE REVIEW
The most Helpful Favourable review
Reviewed By
Mruga D,
October 11, 2014
iron rich poha combined with protein and vitamin C matki sprouts...great combination...loved the softness of matki with crunchy poha chivda...i have made this chivda and stored in an air-tight container and so I just need to make matki....
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe