હાંડી ખીચડી | Handi Khichdi ( Chawal)
તરલા દલાલ દ્વારા
हान्डी खिचड़ी - हिन्दी में पढ़ें (Handi Khichdi ( Chawal) in Hindi)
Added to 452 cookbooks
This recipe has been viewed 5717 times
હાંડીને ઢાંકીને રાંધવાથી તેમાં બનતી બાફ હાંડીમાં જ જળવાઇ રહે છે જેથી ખૂબ જ થોડા પાણીમાં સહેલાઇથી રાંધી શકાય છે અને તેમાં પોષક તત્વનો નુકશાન પણ ઓછો થાય છે. બીજું એ કે આ હાંડીમાં રાંધવાથી બધા મસાલાની સોડમ અને તેની ખુશ્બુ પણ જળવાઇ રહે છે. અહીં ચોખા અને ખૂબ બધી શાકભાજીનું સંયોજન કરીને એક પારંપારીક હાંડી ખીચડીની વાનગી રજૂ કરી છે. તમને આ ખીચડી એટલી ભાવશે કે તે તમે વારંવાર જરૂર બનાવશો.
Method- એક ઊંડા બાઉલમાં કોથમીર, કાંદા, ધાણા-જીરા પાવડર, હળદર, મરચાં પાવડર, આદૂ-લીલા મરચાંની પેસ્ટ, લસણની પેસ્ટ અને મીઠું ભેગું કરી સારી રીતે મિક્સ કરી લો.
- પછી તેમાં બટાટા, લીલા વટાણા, ફૂલકોબી, તેલ, ચોખા, એલચી અને તજ મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- આમ તૈયાર થયેલા આ મિશ્રણને એક હાંડીમાં નાંખો અને તેમાં ૧ ૧/૨ કપ પાણી મેળવીને સારી રીતે મિક્સ કરી લો.
- તે પછી વાસણને ઢાંકીને મધ્યમ તાપ પર ૨૫ થી ૩૦ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- છાસ અને પાપડ સાથે તરત જ પીરસો.
Other Related Recipes
Accompaniments
હાંડી ખીચડી has not been reviewed
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe