મેદુ વડા રેસીપી | દક્ષિણ ભારતીય મેંદુ વડા | અડદની દાળના વડા | મેદુ વડા માટેની સરળ રેસિપી | Medu Vada ( South Indian Recipe)
તરલા દલાલ દ્વારા
Added to 276 cookbooks
This recipe has been viewed 33023 times
મેદુ વડા રેસીપી | દક્ષિણ ભારતીય મેંદુ વડા | અડદની દાળના વડા | મેદુ વડા માટેની સરળ રેસિપી | medu vada in gujarati | with 20 amazing images.
દક્ષિણ ભારતીય લોકોની સવારના નાસ્તાની ડીશમાં ઇડલી, ઢોસા, પોંગલ કે ઉત્તાપા ભલે હોય પણ જો તેની ડીશમાં કરકરા સ્વાદિષ્ટ અને પ્રોટીનયુક્તઅડદની દાળના મેદૂ વડા ન હોય તો તેમનો સવારનો નાસ્તો અધૂરો ગણાય છે.
ખરેખર તો જો તમે કોઇ દક્ષિણ ભારતીય હોટલમાં સવારના નાસ્તા માટે જાવ, ભલે તે પછી કોઇ નાના ગામડાની હોટલ હોય, પણ વેઇટર સડસડાટ નાસ્તાની વિવિધ ડીશો બોલી જશે ત્યારે કોઇ પણ ડીશની સાથે મેદુ વડાનું નામ તેમાં જરૂરથી આવશે. સાંભર અને નાળિયેરની ચટણી સાથે પીરસાતા મેદુ વડા તો તમને બેવડો આનંદ આપશે.
બીજી વિવિધ દક્ષિણ ભારતીય વાનગી પણ અજમાવો, તે છે અડઇ અને કાંચીપૂરમ ઇડલી.
પરફેક્ટ મેદુ વડા માટે રેસીપી નોટ્સ: ૧. ખીરાને એક સમયે પર ખૂબ લાંબા સમય સુધી પીસો નહીં કારણ કે તે ખીરાને સુંવાળી પેસ્ટમાં બદલી દેસે અને મિક્સરને ગરમ કરશે પરિણામે વડા કડક બનશે. તેને થોડી સેકંડ માટે પીસો, થોભો અને પછી તેને ફરીથી થોડી સેકંડ માટે પીસો. ખીરાને પીસવા માટે આ પદ્ધતિ અપનાવો. ૨. સલાહ, મેદુ વડાનું ખીરૂ પીસતી વખતે ઠંડા પાણીનો ઉપયોગ કરો. ૩. જો તમારી પાસે ઓથેન્ટિક ગ્રાઇન્ડીંગ સ્ટોન અથવા વેટ ગ્રાઇન્ડર હોય તો તમે પરંપરાગત રીતે ખીરાને પીસી શકો છો. ૪. ખીરૂ પીસીને તૈયાર થઈ જાય એટલે તરત જ વડા બનાવો અને તેને આથો આવવા ન દો. ૫. જો તમે થોડા સમય પછી વડા તૈયાર કરવાના હોવ તો ખીરામાં મીઠું ના ઉમેરો. જો તમે મીઠું નાખ્યા લાંબા સમય સુધી રાખો તો ખીરાને પાણીયુક્ત બનાવે છે. તેથી, મેદુ વડા તૈયાર કરવા પહેલા જ મીઠું ઉમેરો. ૬. મેદુ વડાના ખીરાને પીસીને તૈયાર કર્યા પછી, એક દિશામાં ૮-૧૦ મિનિટ માટે તમારા હાથનો ઉપયોગ કરીને મિક્સ કરો. આ પ્રક્રિયા હવાને સમાવે છે જે વડાને હલ્કા અને નરમ બનાવે છે. ખીરૂ જરૂરતના હિસાબે હલ્કુ અને નરમ બન્યું છે કે નહીં તે ચકાસવા માટે, પાણીથી ભરેલા બાઉલમાં ખીરાનો એક ભાગ નાખો અને જો તે સપાટી પર તરે તો તેનો અર્થ એ છે કે ખીરૂ સંપૂર્ણપણે હલ્કુ અને નરમ બની ને તૈયાર છે. ઉપરાંત, જો તમે વાટકી ઊંધી કરો છો, તો પણ ખીરૂ પડે નહીં, તો એ બતાવે છે કે તેને સારી રીતે બનાવવામાં આવ્યું છે. ૭. જો ખીરૂ ખૂબ જ પાતળું છે અને વડાનો આકાર નથી આપી શકતા, તો ટેબલસ્પૂન ચોખાનો લોટ અથવા રવો ઉમેરો. તે ખીરાને ઘટ્ટ બનાવશે અને વડાને ક્રિસ્પી પણ બનાવશે. ૮. જો તમે શિખાઉ છો અને તમારી હથેળી પર વડાને આકાર આપવાનું મુશ્કેલ લાગે છે, તો તમે વડાને આકાર આપવા માટે ગ્રીસવાળી પ્લાસ્ટિક શીટ અથવા કેળાના પાનનો ઉપયોગ કરી શકો છો. તેના પર વડાનો એક ભાગ મૂકો, ગોળાકાર આકાર આપો અને વડાના મધ્યમાં છિદ્ર બનાવો. પ્લાસ્ટિકની શીટમાંથી ભીની હથેળીમાં હળવેથી વડાને લો, તેલમાં ઉમેરો અને તેને તળી લો.
**મેદુ વડા બનાવવા માટે- અડદની દાળને સાફ કરી, ધોઇને જરૂરી પાણીમાં લગભગ ૨ કલાક સુધી પલાળી રાખો.
- તે પછી તેને નીતારીને તેમાં લીલા મરચાં, મરી, કડી પત્તા અને આદૂ તથા ૧/૨ કપ પાણી મેળવી મિક્સરમાં ફેરવી નરમ ખીરૂ તૈયાર કરો.
- તમારા બંને હાથને એક વાટકી પાણીમાં ડુબાડો અને હાથને સારી રીતે ભીના કરો.
- કાંદા અને મીઠું ઉમેરો અને સારી રીતે મિક્સ કરી દો અને મિશ્રણને ૧૪ સમાન ભાગોમાં વહેંચો. બાજુ પર રાખો.
- હવે ખીરાનો એક ભાગ તમારા હાથમાં લઇ લો.
- તેને ગોળ આકાર આપી વચ્ચે તમારા અંગુઠા વડે તેમાં એક કાણું પાડી લો.
- એક નૉન-સ્ટીક કઢાઇમાં તેલ ગરમ કરી, હાથમાં બનાવેલું વડું, ઊંધું કરી તેલમાં નાંખો.
- વડાને બન્ને બાજુએ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.
- આ જ પ્રમાણે બાકી રહેલા ખીરા વડે ૧૩ વડા બનાવી લો.
- વડાને ટીશ્યુ પેપર પર મૂકી સૂકા કરી નાળિયેરની ચટણી અને સાંભર સાથે ગરમ-ગરમ પીરસો.
વિગતવાર ફોટો સાથે મેદુ વડા રેસીપી
-
જો તમને મેડુ વડાની રેસીપી | દક્ષિણ ભારતીય મેંદુ વડા | અડદની દાળના વડા | મેદુ વડા માટેની સરળ રેસિપી | medu vada in Gujarati | ગમી, તો પછી અમારા વડા રેસીપીઓનો સંગ્રહ જુઓ. વડા દક્ષિણ ભારત તરફ અને સમોસા ઉત્તર ભારત તરફ પ્રખ્યાત છે! વડા એ એક કડક ક્રિસ્પી ડીપ-ફ્રાઈડ નાસ્તો છે જે દાળ આધારિત ખીરાથી બનાવવામાં આવે છે. જેઓ ને વડા ખુબ જ ભાવે છે, તેઓ માટે નાસ્તામાં અથવા બપોરના ભોજનમાં અથવા સાંજના નાસ્તા તરીકે લીધા વિના એક દિવસ પણ પસાર થતો નથી. એક ભવ્ય નાસ્તાની થાળી સામાન્ય રીતે ઇડલી, ડોસા અથવા વેન પોંગલને 'સિંગલ વડા' સાથે જોડે છે, જે રીતે ગરમ વડાને પ્રેમથી અડદની દાળના વડા (મેડુ વડા) કહેવામાં આવે છે. કેટલીક લોકપ્રિય વડા રેસીપી જુઓ.
-
ખીરાને એક સમયે પર ખૂબ લાંબા સમય સુધી પીસો નહીં કારણ કે તે ખીરાને સુંવાળી પેસ્ટમાં બદલી દેસે અને મિક્સરને ગરમ કરશે પરિણામે વડા કડક બનશે. તેને થોડી સેકંડ માટે પીસો, થોભો અને પછી તેને ફરીથી થોડી સેકંડ માટે પીસો. ખીરાને પીસવા માટે આ પદ્ધતિ અપનાવો.
-
સલાહ, મેદુ વડાનું ખીરૂ પીસતી વખતે ઠંડા પાણીનો ઉપયોગ કરો.
-
જો તમારી પાસે ઓથેન્ટિક ગ્રાઇન્ડીંગ સ્ટોન અથવા વેટ ગ્રાઇન્ડર હોય તો તમે પરંપરાગત રીતે ખીરાને પીસી શકો છો.
-
ખીરૂ પીસીને તૈયાર થઈ જાય એટલે તરત જ વડા બનાવો અને તેને આથો આવવા ન દો.
-
જો તમે થોડા સમય પછી વડા તૈયાર કરવાના હોવ તો ખીરામાં મીઠું ના ઉમેરો. જો તમે મીઠું નાખ્યા લાંબા સમય સુધી રાખો તો ખીરાને પાણીયુક્ત બનાવે છે. તેથી, મેદુ વડા તૈયાર કરવા પહેલા જ મીઠું ઉમેરો.
-
મેદુ વડાના ખીરાને પીસીને તૈયાર કર્યા પછી, એક દિશામાં ૮-૧૦ મિનિટ માટે તમારા હાથનો ઉપયોગ કરીને મિક્સ કરો. આ પ્રક્રિયા હવાને સમાવે છે જે વડાને હલ્કા અને નરમ બનાવે છે. ખીરૂ જરૂરતના હિસાબે હલ્કુ અને નરમ બન્યું છે કે નહીં તે ચકાસવા માટે, પાણીથી ભરેલા બાઉલમાં ખીરાનો એક ભાગ નાખો અને જો તે સપાટી પર તરે તો તેનો અર્થ એ છે કે ખીરૂ સંપૂર્ણપણે હલ્કુ અને નરમ બની ને તૈયાર છે. ઉપરાંત, જો તમે વાટકી ઊંધી કરો છો, તો પણ ખીરૂ પડે નહીં, તો એ બતાવે છે કે તેને સારી રીતે બનાવવામાં આવ્યું છે.
-
જો ખીરૂ ખૂબ જ પાતળું છે અને વડાનો આકાર નથી આપી શકતા, તો ટેબલસ્પૂન ચોખાનો લોટ અથવા રવો ઉમેરો. તે ખીરાને ઘટ્ટ બનાવશે અને વડાને ક્રિસ્પી પણ બનાવશે.
-
જો તમે શિખાઉ છો અને તમારી હથેળી પર વડાને આકાર આપવાનું મુશ્કેલ લાગે છે, તો તમે વડાને આકાર આપવા માટે ગ્રીસવાળી પ્લાસ્ટિક શીટ અથવા કેળાના પાનનો ઉપયોગ કરી શકો છો. તેના પર વડાનો એક ભાગ મૂકો, ગોળાકાર આકાર આપો અને વડાના મધ્યમાં છિદ્ર બનાવો. પ્લાસ્ટિકની શીટમાંથી ભીની હથેળીમાં હળવેથી વડાને લો, તેલમાં ઉમેરો અને તેને તળી લો.
-
મેદુ વડા બનાવવા માટે, અડદની દાળને ૨-૩ વખત પાણીમાં સાફ કરો અને ધોઈ લો. તેને ઓછામાં ઓછા ૨ કલાક માટે પૂરતા પાણીમાં પલાળી રાખો. જો તમે ઓછા સમય માટે પલાળશો, તો મેદુ વડા કડક થઈ જશે. અડદની દાળને ૨-૩ કલાક પલાળવું પર્યાપ્ત છે. તેનાથી વધુ અથવા આખી રાત પલાળવાની જરૂર નથી, કારણકે તે દાળને બિનજરૂરી રીતે વધુ પ્રમાણ માં પાણીમાં પલાળી દે છે. ઢાંકણથી ઢાંકીને બાજુ પર રાખો.
-
અડદની દાળને નીતારી લો. અડદની દાળ દેખાવમાં લગભગ બમણી થઈ જશે અને નરમ પણ થઈ જશે.
-
પલાળેલી અડદની દાળને મિક્સર જારમાં નાખો.
-
લીલા મરચા ઉમેરો.
-
મરીના દાણા ઉમેરો.
-
કડી પત્તા ઉમેરો.
-
આદુ ઉમેરો.
-
આશરે ૧/૨ કપ પાણી ઉમેરો.
-
મિક્સરમાં પીસીને સુંવાળુ ખીરૂ તૈયાર કરો, પીસતી વખતે વધારે પાણી નો ઉમેરો નહીં તો ખીરૂ પાતળુ થઈ જશે અને મેદુ વડાને આકાર આપવો મુશ્કેલ બનશે.
-
ખીરૂ પીસીને તૈયાર થઈ જાય એટલે એક બાઉલમાં કાઢી લો. મેદુ વડાના ખીરાની સુસંગતતા જાડી હોવી જોઈએ અને તેને તમે ફોટોમાં જોઈ શકશો.
-
કાંદા ઉમેરો, આ વૈકલ્પિક છે પરંતુ તેને ઉમેરવું વધુ સારું છે કારણ કે તે વડાને સ્વાદિષ્ટ બનાવે છે.
-
મીઠું ઉમેરો અને ચમચાનો ઉપયોગ કરીને સારી રીતે મિક્સ કરો.
-
મેદુ વડાના મિશ્રણને ૧૪ સમાન ભાગોમાં વહેંચો. બાજુ પર રાખો.
-
તમારો હાથ ભીનો કરો. તમારા હાથને પાણીમાં ડુબાડવાથી મેદુ વડાને સરસ રીતે આકાર આપવામાં મદદ મળે છે.
-
મેદુ વડાના મિશ્રણનો એક ભાગ તમારા હાથમાં લો.
-
તેને હળવેથી દબાવો અને જાડા ગોળાકાર આકારના વડા બનાવો. તમારા અંગૂઠાથી કેન્દ્રમાં કાણું પાડી લો.
-
દક્ષિણ ભારતીય મેંદુ વડાને તળવા માટે, કઢાઇમાં તેલ ગરમ કરો. હાથમાં બનાવેલું વડું, ઊંધું કરી કાળજીપૂર્વક તેલમાં નાંખો.
-
એક સમયે ૩-૪ મેદુ વડાને તળી લો.
-
અડદની દાળના વડાને મધ્યમ તાપ પર બન્ને બાજુએ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. ઊંચા તાપ પર તળતા નહીં, તેઓ તમને ગોલ્ડન બ્રાઉન રંગ આપશે પરંતુ તે અંદરથી કાચા હશે. અને ધીમા તાપ પર તળતા નહીં, તેઓ ઘણું તેલ શોષી લેશે. વડાને ટીશ્યુ પેપર પર કાઢી લો.
-
આ જ પ્રમાણે બાકી રહેલા ખીરા વડે મેદુ વડા બનાવી લો.
-
નાળિયેરની ચટણી અને સંભાર સાથે મેદુ વડાને | દક્ષિણ ભારતીય મેંદુ વડા | અડદની દાળના વડા | મેદુ વડા માટેની સરળ રેસિપી | medu vada in Gujarati | ગરમ-ગરમ પીરસો.
-
અમારી વેબસાઈટ પર ઘણી બધી પરંપરાગત વડાની રેસીપી છે જેનો આનંદ સાંજના નાસ્તા અથવા નાસ્તા તરીકે લઈ શકાય છે.
Other Related Recipes
Accompaniments
મેદુ વડા રેસીપી has not been reviewed
3 FAVOURABLE REVIEWS
The most Helpful Favourable review
Reviewed By
shreya_the foodie,
January 14, 2014
I thought medu vadas would be kind of tricky, but i pulled this off quite okay! Loved the zing the green chillies and kadi patta get in! good recipe for nice crunchy soft medu vadas!
1 of 2 members found this review helpful
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe