માલવણી ચણા મસાલા | Malvani Chana Masala, Maharashtrian Chana Gravy
તરલા દલાલ દ્વારા
Added to 65 cookbooks
This recipe has been viewed 7905 times
આ ભાજીમાં ઘણી બધી રસપ્રદ વસ્તુઓ મેળવવામાં આવી છે. સૌ પ્રથમ તેમાં માલવણી મસાલાનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે ખૂબ સુગંધી અને સ્વાદિષ્ટ છે કારણકે તેમાં ઉમેરવામાં આવેલી સામગ્રીને પીસતા પહેલા તવા પર શેકવામાં આવી છે.
બીજું તેમાં ઉમેરવામાં આવેલા લીલા ચણા, જેને રાંધી અને છૂંદીને ગ્રેવીમાં ઉમેરવામાં આવ્યાં છે. તે પછી અહીં ટમેટાને બદલે આમલીનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે તેમાં ઉમેરવામાં આવેલા મસાલાના સ્વાદમાં ઘટાડો કર્યા વગર તેને જોઇતું ખટ્ટાશપણું આપે છે.
આમ સરવાળે કહીએ કે આ માલવણી ચણા મસાલા એવી વાનગી છે જે બધાને એક વાર જરૂર અજમાવવા જેવી તો છે. માલવણી ચણા મસાલા નાન અથવા પરોઠા સાથે પિરસવુ.
માલવણી મસાલાની પેસ્ટ માટે- એક પહોળા નોન-સ્ટીક પેન માં બધી વસ્તુઓ ભેગી કરી મધ્યમ તાપ પર ૩ મિનિટ અથવા મસાલાની સુગંધ બરાબર પ્રસરવા માંડે ત્યાં સુધી શેકી લો. તેને થોડું ઠંડું થવા બાજુ પર રાખો.
- તે પછી તેને મિક્સરમાં ૧/૨ કપ પાણી સાથે મેળવી સુંવાળી પેસ્ટ તૈયાર કરી બાજુ પર રાખો.
આગળની રીત- એક કપ લીલા ચણાને મિક્સરમાં ફેરવી અર્ધકચરું મિશ્રણ તૈયાર કરી બાજુ પર રાખો.
- એક ઊંડી નોન-સ્ટીક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં લસણની પેસ્ટ મેળવી મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી સાંતળી લો
- તે પછી તેમાં માલવણી મસાલાની પેસ્ટ મેળવી મધ્યમ તાપ પર વધુ ૨ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં અર્ધકચરા કરેલા લીલા ચણા અને આખા લીલા ચણા, મીઠું અને ૧ કપ પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- છેલ્લે તેમાં આમલીનો પલ્પ, તાજું ક્રીમ, કોથમીર અને સાકર મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- ગરમ ગરમ પીરસો.
Other Related Recipes
Accompaniments
માલવણી ચણા મસાલા has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe