કાચા કેળાના કોફ્તા | Kachhe Kele Ke Kofte
તરલા દલાલ દ્વારા
Added to 66 cookbooks
This recipe has been viewed 6777 times
મોગલ લોકો દરેક સામગ્રીનો પોતાની રસોઇમાં વ્યવસ્થિત રીતે ઉપયોગ કરતાં હતા અને તે પણ અસામાન્ય રીતે. આ વાનગીમાં પણ નામ પ્રમાણે કાચા કેળાના કોફ્તા પણ ફળનો ઉપયોગ કરી તૈયાર કરવામાં આવ્યા છે. કાચા કેળામાં થોડા મસાલા ભેગા કરી, તળીને અદભૂત સ્વાદિષ્ટ કોફ્તા તૈયાર કરવામાં આવ્યા છે. આ કોફ્તાનો સ્વાદ મીઠી મધવાળી અસામાન્ય ગ્રેવીમાં રંધાઇને જ્યારે પીરસો તો દરેકને ભાવશે એની ખાત્રી છે.
કોફ્તા માટે- એક બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી સારી રીતે મિક્સ કરી લો.
- આ મિશ્રણના ૧૨ સરખા ભાગ પાડી, દરેક ભાગને ગોળાકારમાં વાળીને કોફ્તા તૈયાર કરી લો.
- એક કઢાઇમાં તેલ ગરમ કરી, તેમાં કોફ્તા નાંખી તે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. તે પછી તેને નીતારીને ટીશ્યુ પેપર પર કાઢીને બાજુ પર રાખો.
કરી માટે- એક કઢાઇમાં ઘી ગરમ કરી તેમાં એલચી, લવિંગ અને તજ મેળવો.
- જ્યારે તે તતડવા માંડે, ત્યારે તેમાં કાંદાની પ્યુરી મેળવી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી અથવા કાંદાની પ્યુરી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળી લો.
- તે પછી તેમાં મરચાં પાવડર અને મીઠું મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી રાંધી લો.
- તે પછી તેમાં ટમેટાનું પલ્પ મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી રાંધી લો.
- તે પછી તેમાં ક્રીમ અને દૂધ મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી રાંધી લો.
- હવે તેને તાપ પરથી નીચે ઉતારી, તેમાં સાકર અને મધ મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
આગળની રીત- બધા કોફ્તાને એક પીરસવાની ડીશમાં ગોઠવી, તેની પર તૈયાર કરેલી ગ્રેવી રેડીને ક્રીમ વડે સજાવીને તરત જ પીરસો.
Other Related Recipes
Accompaniments
કાચા કેળાના કોફ્તા has not been reviewed
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe