ગ્રીનપી પુલાવ વીથ પનીર કોફતા | Green Pea Pulao with Paneer Koftas
તરલા દલાલ દ્વારા
Added to 160 cookbooks
This recipe has been viewed 20563 times
ગ્રીનપી પુલાવ વીથ પનીર કોફતા શોખથી ખાવાની મોઘલાઇ વાનગી છે જે ફક્ત લીલા વટાણા અને જરદાળુથી રંગીન નથી બનતી પણ તેમાં મેળવેલા ભાત વડે બનાવેલા મજેદાર મલાઇ કોફતા વડે તે પૌષ્ટિક અને સ્વાદીષ્ટ પણ એટલીજ બને છે. વધુમાં બેક કરતી વખતે તેમાં મેળવેલા મસાલા અને કેસરની ખુશ્બુ તેને વધુ મજેદાર બનાવે છે.
લીલા વટાણાના પુલાવ માટે- એક નાના વાસણમાં કેસરને હુંફાળી ગરમ કરી તેમાં દૂધ મેળવીને કેસરને ચોળી, સારી રીતે મિક્સ કરી લો.
- એક બાઉલમાં કેસર-દૂધનું મિશ્રણ અને ભાત સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
- એક ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી તેમાં શાહજીરું, તજ, લવિંગ અને એલચી મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
- પછી તેમાં ભાત-કેસરનું મિશ્રણ, લીલા વટાણા અને મીઠું મેળવી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે થોડા-થોડા સમયે હલાવતા રહી રાંધી લો.
- છેલ્લે તેમાં ટુકડા કરલા જરદાળું મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
પનીર કોફતા માટે- એક બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી સારી રીતે મિક્સ કરી લો.
- આ મિશ્રણના ૧૦ સરખા ભાગ પાડી દરેક ભાગના ગોળ નાના બોલ તૈયાર કરો.
- એક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં થોડા-થોડા કોફતા નાંખી દરેક બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે તળી લીધા પછી તેને ટીશ્યુ પેપર પર મૂકી સૂકા કરી બાજુ પર રાખો.
ગ્રેવી માટે- એક ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી તેમા તૈયાર કરેલી પેસ્ટ ઉમેરી મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી સાંતળી લો.
- પછી તેમાં દહીં-પાણીનું મિશ્રણ, સાકર અને મીઠું મેળવી ધીમા તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લીધા પછી તેને બાજુ પર રાખો.
આગળની રીત- એક બાઉલમાં લીલા વટાણાનો પુલાવ અને કોફતા મેળવી હલકે હાથે મિક્સ કરી લો.
- આ મિશ્રણના ૨ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
- બેકીંગ કરવા માટેના એક બાઉલમાં ઘી ચોપડી લીધા પછી તેમાં લીલા વટાણાના પુલાવ-કોફતાનો ૧ ભાગ નાંખી ચમચાના પાછળના ભાગ વડે તેને સરખી રીતે પાથરી લો.
- તે પછી તેની પર તૈયાર કરેલી બધી જ ગ્રેવી સરખી રીતે રેડી લો.
- છેલ્લે તેની પર બાકી રહેલો લીલા વટાણાનો પુલાવનો બીજો ભાગ પાથરી લીધા પછી તેની પર દૂધ સરખી રીતે રેડી લો.
- વાસણને ઢાંકી આગળથી ગરમ કરેલા ઑવનમાં ૧૮૦૦ c (૩૬૦૦ f) તાપમાન પર ૧૫ થી ૨૦ મિનિટ સુધી અથવા માઇક્રોવેવમાં ઉંચા તાપમાન પર ૫ થી ૭ મિનિટ બેક કરી લો.
- પીરસતા પહેલા તેને પીરસવાની ડીશમાં પલટાવીને તરત જ પીરસો.
Other Related Recipes
2 reviews received for ગ્રીનપી પુલાવ વીથ પનીર કોફતા
1 FAVOURABLE REVIEW
The most Helpful Favourable review
Reviewed By
PK2014,
January 29, 2014
Looked very tempting so tried it out last night and it turned out brilliantly. So tasty and pretty easy too. Ull love it, give it a try!!
See more favourable reviews...
No critical reviews posted for this recipe
Helpful reviews for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe