લીલી મગની દાળ રેસીપી | ખાટી દાળ | દાલ તડકા રેસીપી | ગુજરાતી ખાટી લીલી મગની દાળ | Green Moong Dal, Khatti Dal


દ્વારા


Added to 31 cookbooks   This recipe has been viewed 2157 times

લીલી મગની દાળ રેસીપી | ખાટી દાળ | દાલ તડકા રેસીપી | ગુજરાતી ખાટી લીલી મગની દાળ | green moong dal recipe in gujarati | with 33 amazing images.

આ એક પૌષ્ટિક વાનગી છે જે ઘણી લાક્ષણિક ભારતીય સ્વાદ દર્શાવે છે. પરંપરાગત મસાલા, આદુ અને મરચાં વડે સરળ રીતે રાંધવામાં આવેલી ચાર દાળથી બનાવવામાં આવે છે. જેમાં થોડો ખાટો સ્વાદ હોય છે અને ખટાસ માટે લીંબુનો રસ મેળવવામાં આવે છે. દાળ તડકાને કોઈપણ રોટલી કે ભાત સાથે તાજગીપૂર્ણ રીતે માણવું જોઈએ.

ખાટી દાળ એ ખાસ કરીને શાકાહારીઓ માટે આહારમાં પ્રોટીનનો સમાવેશ કરવાની એક રીત છે. આ ચાવીરૂપ પોષક તત્વ શરીરના રોગપ્રતિકારક કોષો સહિત કોશિકાઓના સ્વાસ્થ્યનું નિર્માણ કરવામાં મદદ કરે છે. આ દાળમાંથી ભરપૂર માત્રામાં વિટામિન b1 એનર્જી મેટાબોલિઝમમાં મદદ કરશે. બીજી બાજુ, ઝીંક અને ફોલિક એસિડ એન્ટીઑકિસડન્ટ તરીકે તેમનો જાદુ પ્રદર્શિત કરશે અને શરીરમાં હાનિકારક મુક્ત રેડિકલ સામે લડવામાં મદદ કરશે.

લીલા મગની દાળ માટેની ટિપ્સ. ૧. દાળને અગાઉથી પ્રેશર કુક કરીને રાખી શકાય છે. ૨. તમે આદુ પછી સમારેલ લસણ અથવા લસણની પેસ્ટ પણ ઉમેરી શકો છો. ૩. તમે દાળને અગાઉથી બનાવી શકો છો અને રાખી શકો છો, પીરસતા પહેલા ફક્ત પાણીને સમાયોજિત કરો.

Add your private note

લીલી મગની દાળ રેસીપી - Green Moong Dal, Khatti Dal recipe in Gujarati

તૈયારીનો સમય:    પલાળવાનો સમય:  ૩૦ મિનિટ   બનાવવાનો સમય:    કુલ સમય:     ૪ માત્રા માટે
મને બતાવો માત્રા માટે

સામગ્રી

લીલા મગની દાળ માટે
૧/૨ કપ લીલી મગની દાળ
૧/૪ કપ મસૂરની દાળ
૧/૪ કપ ચણાની દાળ
૨ ટેબલસ્પૂન અડદની દાળ
૧/૪ ટીસ્પૂન હળદર
૧ ટેબલસ્પૂન તેલ
૧ ટીસ્પૂન જીરું
૧ ટીસ્પૂન બારીક સમારેલા લીલા મરચાં
૧/૨ ટીસ્પૂન બારીક સમારેલું આદુ
એક ચપટી હિંગ
૧/૨ ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર
મીઠું , સ્વાદાનુસાર
૧ ૧/૨ ટીસ્પૂન લીંબુનો રસ

ગાર્નિશ માટે
૨ ટેબલસ્પૂન બારીક સમારેલી કોથમીર
વિધિ
લીલી મગની દાળ માટે

    લીલી મગની દાળ માટે
  1. લીલી મગની દાળ બનાવવા માટે, એક ઊંડા બાઉલમાં દાળને ભેગી કરો અને દાળને પૂરતા પાણીમાં ૩૦ મિનિટ પલાળી રાખો અને સારી રીતે નીતારી લો.
  2. પ્રેશર કૂકરમાં દાળ, હળદર અને ૩ કપ પાણી ભેગું કરો અને ૩ સીટી સુધી પ્રેશર કુક કરો.
  3. ઢાંકણ ખોલતા પહેલા વરાળને બહાર નીકળવા દો. બાજુ પર રાખો.
  4. એક ઊંડા નોન-સ્ટીક કઢાઈમાં તેલ ગરમ કરો અને તેમાં જીરું ઉમેરો.
  5. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં લીલા મરચાં, આદુ અને હિંગ ઉમેરીને મધ્યમ તાપ પર ૩૦ સેકન્ડ સુધી સાંતળી લો.
  6. તેમાં રાંધેલી દાળ, લાલ મરચાંનો પાવડર, મીઠું, લીંબુનો રસ અને ૧/૨ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર ૪ થી ૫ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  7. લીલા મગની દાળને કોથમીરથી સજાવીને ગરમાગરમ પીરસો.
Accompaniments

Also View These Popular Recipes

Related Articles
Recipe Contest

No Contest Announced



View contest archive....
Rate and review this recipe and get 15 days FREE bonus membership!
Subscribe to the free food mailer

Soya

Missed out on our mailers?
Our mailers are now online!

View Mailer Archive

Privacy Policy: We never give away your email

REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Password?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Are you sure you want to delete this review ?

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Reviews