ગોળ પાપડી રેસીપી | ગુજરાતી ગોળપાપડી | સુખડી | ગોળ પાપડી બનાવવાની રીત | Golpapdi, Gujarati Gol Papdi Recipe
તરલા દલાલ દ્વારા
Added to 503 cookbooks
This recipe has been viewed 36403 times
ગોળ પાપડી રેસીપી | ગુજરાતી ગોળપાપડી | સુખડી | ગોળ પાપડી બનાવવાની રીત | golpapdi in gujarati | with amazing 16 images.
ઘઉંના લોટની મીઠી ગોળપાપડી બીજી કોઇ ગુજરાતી મીઠાઇ કરતાં બનાવવામાં બહુ જ સરળ છે. જો કે તેમાં વધુ ઘી નો ઉપયોગ નથી થતો અને વગર તકલીફે તમે તેને ગમે ત્યારે સાંજના નાસ્તાની વાનગી તરીકે બનાવી શકો છો. અહીં યાદ રાખો કે ગોળ બહુ ઝીણું ખમણવું જેથી તેમાં ગઠોડા ન રહે. શીયાળામાં તમે તેમાં ગુંદર મેળવીને ગુજરાતમાં ઘણા ઠેકાણે બને છે તે રીતે પણ બનાવી શકો છો.
Method- એક ૧૫૦ મી. મી. (૬”)ની ગોળાકાર થાળીમાં થોડું ઘી ચોપડી ઉપર ખસખસ પાથરી લો.
- એક નૉન-સ્ટીક કઢાઇમાં ઘી ગરમ કરી તેમાં ઘઉંનો લોટ મેળવી ધીમા તાપ પર ૧૫ થી ૧૭ મિનિટ સુધી અથવા લોટનો રંગ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સતત હલાવતા રહી સાંતળી લો.
- તે પછી તેને તાપ પરથી નીચે ઉતારી તેમાં ગોળ, એલચી પાવડર અને નાળિયેર મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- જ્યારે ગોળ સંપૂર્ણ ઓગળી જાય અને મિશ્રણ હજી ગરમ હોય ત્યારે તેને ખસખસથી ચોપડેલી થાળીમાં નાંખીને, કટોરી અથવા તવેથા વડે દબાવીને સારી રીતે પાથરી લો.
- આ મિશ્રણ હજી થોડું ગરમ હોય ત્યારે તેના ચતુષ્કોણ આકારનાં ટુકડા બને તે રીતે કાપી ઉપર બદામ અને પીસ્તાની કાતરી પાથરીને સજાવી લો.
- થોડા સમય પછી ટુકડા છુટા પાડી હવાબંધ બરણીમાં ભરી લો.
- હાથવગી સલાહ: ગોળનું મિશ્રણ જો વધું કઠણ બને તો તમે તેમાં ૧ ટેબલસ્પૂન દૂધ મેળવી શકો છો.
Other Related Recipes
5 reviews received for ગોળ પાપડી રેસીપી | ગુજરાતી ગોળપાપડી | સુખડી | ગોળ પાપડી બનાવવાની રીત |
No critical reviews posted for this recipe
Helpful reviews for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe