ડબલ બીન્સ્ કરી | Double Beans Curry
તરલા દલાલ દ્વારા
Added to 69 cookbooks
This recipe has been viewed 7762 times
રંગુનની વાલનો ખાસ તો ગુજરાતી વાનગી બનાવવામાં ઉપયોગ વધુ થાય છે. એકલી દાળ અથવા તો કોઇ પણ જાતના શાકમાં તેને મેળવવામાં આવે છે. પણ અહીં મે આ દાળને ગુજરાતી પદ્ધતિથી અલગ પંજાબી મસાલાથી તૈયાર કરી છે.
પેસ્ટ માટે- કાંદાને છોલ્યા વગર ખુલ્લા તાપ પર કાળા થાય ત્યાં સુધી શેકી લો.
- તે સહેજ ઠંડા પડે ત્યારે કાંદાની છાલ કાઢી લો.
- આ કાંદાને બાકીની વસ્તુઓ સાથે મેળવીને તેમાં થોડું પાણી ઉમેરીને મિક્સરમાં ફેરવી સુંવાળી પેસ્ટ તૈયાર કરો.
આગળની રીત- પલાળેલા રંગુનના વાલને નીતારી, તેમાં ૧ ૧/૨ કપ પાણી અને મીઠું મેળવી પ્રેશર કુકરમાં ૩ સીટી સૂધી બાફી લો.
- કુકરનું ઢાકણ ખોલતા પહેલાં તેની વરાળને નીકળી જવા દો. તેને બાજુ પર રાખો.
- એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં ટમેટા અને ૧/૨ કપ પાણી મેળવી મધ્યમ તાપ પર ૪ થી ૫ મિનિટ અથવા ટમેટા બરોબર બફાઇ ને નરમ થાય ત્યાં સુધી બાફીને ઠંડા થવા બાજુ પર રાખો.
- તે પછી તેને મિક્સરમાં ફેરવી સુંવાળી પલ્પ તૈયાર કરી ગળણીથી ગાળીને બાજુ પર રાખો.
- એક કઢાઇમાં ઘી ગરમ કરી, તેમાં તૈયાર કરેલી પેસ્ટ મેળવી મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી સાંતળી લો.
- છેલ્લે તેમાં બાફેલા રંગુનના વાલ, ટમેટાનું પલ્પ અને મીઠું મેળવી મધ્યમ તાપ પર વચ્ચે થોડા થોડા સમયે હલાવતા રહી, ૪ થી ૫ મિનિટ સુધી રાંધી લો.
- ગરમ ગરમ પીરસો.
Other Related Recipes
ડબલ બીન્સ્ કરી has not been reviewed
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe