દહીં ભીંડી – કેરળ સ્ટાઇલની | Dahi Bhindi ( Kerala Style )
તરલા દલાલ દ્વારા
Added to 594 cookbooks
This recipe has been viewed 5708 times
આ કેરળ પદ્ધતિની ભીંડીની ભાજીમાં કાંદા અને ટમેટા સાથે ખુશ્બુદાર મસાલાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેરી લીધેલું દહીં, આ દહીં ભીંડીની ભાજીનો મુખ્ય આધાર છે જે તેને થોડી ખટ્ટાશ આપીને મજેદાર બનાવે છે.
આ ભાજી પૂરી સાથે પીરસવામાં આવે ત્યારે મજાનો મેળ બને છે.
Method- તળવા માટે એક કઢાઇમાં તેલ ગરમ કરી, તેમાં ભીંડા મેળવીને, ભીંડા કરકરા થાય ત્યાં સુધી તળી લીધા પછી તેને ટીશ્યુ પેપર પર સૂકા કરી બાજુ પર રાખો.
- એક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ, રાઇ અને અડદની દાળ મેળવો.
- જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં લાલ મરચાં અને કડી પત્તા મેળવી મધ્યમ તાપ પર ૧૫ સેકંડ સુધી સાંતળી લો.
- પછી તેમાં કાંદા મેળવી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી અથવા કાંદા અર્ધપારદર્શક થાય ત્યાં સુધી સાંતળી લો.
- પછી તેમાં ટમેટા, મરચાં પાવડર, હળદર, નાળિયેર-કાજૂની પેસ્ટ અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૩ થી ૪ મિનિટ સુધી અથવા તેમાંથી તેલ છુંટું પડે ત્યાં સુધી રાંધી લો.
- તે પછી તેમાં દહીં-પાણીનું મિશ્રણ મેળવી, સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર એકાદેક મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- છેલ્લે તેમાં તળેલા ભીંડા મેળવી, સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- ગરમ ગરમ પીરસો.
Other Related Recipes
Accompaniments
દહીં ભીંડી – કેરળ સ્ટાઇલની has not been reviewed
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe