ચિલી પોટેટો રેસિપી | ચાઇનીઝ સ્ટાઇલ ચિલી પોટેટો | ભારતીય સ્ટાઇલ ચિલી પોટેટો | ચીલી પોટેટો બનાવવાની રીત | Chilli Potato, Indian Restaurant Style, Chinese Chilli Potatoes
તરલા દલાલ દ્વારા
Added to 299 cookbooks
This recipe has been viewed 9678 times
ચિલી પોટેટો રેસિપી | ચાઇનીઝ સ્ટાઇલ ચિલી પોટેટો | ભારતીય સ્ટાઇલ ચિલી પોટેટો | ચીલી પોટેટો બનાવવાની રીત | chilli potatoes recipe in Gujarati | with 29 amazing images.
ખાત્રીપૂર્વક કહી શકાય એમ આ ચિલી પોટેટો રેસિપીમાં રોમાંચક અને તમને ઝણઝણાટીનો અનુભવ કરાવે એવા સુગંધી પદાર્થો છે જેવા કે વિવિધ સૉસ, લસણ, આદૂ અને લીલા મરચાંનો ઉપયોગ કરી બનાવવામાં આવ્યો છે.
બટાટાને લાંબી સળીની રીતે કાપી તેમાં એકમેકમાં સારી રીતે ભળેલા સૉસ સાથેના લીલા કાંદાનું સંયોજન અંતમાં એક મજેદાર સ્ટાર્ટર બનાવે છે. મજાની વાત એ છે કે આ ચિલી પોટેટો સહેલાઇથી ઝટપટ બનાવી શકાય છે કારણકે તેમાં મોટે ભાગે તૈયાર સૉસનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે.
Method- એક ઊંડી નૉન-સ્ટીક કઢાઇમાં તેલ ગરમ કરી, તેમાં થોડી-થોડી બટાટાની સળીઓ નાંખી, તે દરેક બાજુએથી હલકા બ્રાઉન રંગની થાય તે રીતે તળીને બહાર કાઢી ટીશ્યુ પેપર પર મૂકી બાજુ પર રાખો.
- એક બાઉલમાં કોર્નફ્લોર અને ૧/૪ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
- એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી, તેમાં લસણ, આદૂ અને લીલા મરચાં મેળવી ઉંચા તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં લીલા કાંદાનો સફેદ અને લીલો ભાગ, ટમૅટો કેચપ, ચીલી સૉસ, સોયા સૉસ, કોર્નફ્લોરનું મિશ્રણ અને મીઠું મેળવી ઉંચા તાપ પર થોડી સેકંડ સુધી રાંધી લો.
- તે પછી તેમાં તળેલા બટેટાની સળીઓ મેળવી, સારી રીતે ઉપર નીચે કરીને મિક્સ કર્યા બાદ ઉંચા તાપ પર ૧ મિનિટ સુધી રાંધી લો.
- લીલા કાંદાના સફેદ અને લીલા ભાગ વડે સજાવીને તરત જ પીરસો.
Other Related Recipes
Accompaniments
ચીલી પોટેટો રેસિપી has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe