કોબી અને પનીરના પરોઠા | Cabbage and Paneer Parathas
તરલા દલાલ દ્વારા
5/5 stars 100% LIKED IT
1 REVIEW
ALL GOOD
Added to 487 cookbooks
This recipe has been viewed 7704 times
તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય કે કોબી અને પનીર સાથે કંઇ રાંધી શકાય કારણ કે બન્ને વસ્તુઓ મૂળ સ્વરૂપે સૌમ્ય છે. પણ તમે આ કોબી અને પનીરના પરોઠા ખાશો તો તમને ખ્યાલ આવશે કે બન્ને વસ્તુઓનું મેળ-મિશ્રણ મજેદાર, સ્વાદિષ્ટ અને ખુશ્બુદાર બને છે. આ પરોઠા ટુંક સમયમાં તૈયાર કરી શકો એવા છે. દહીં સાથે ગરમા ગરમ પરોઠા પીરસો એટલે તમારૂં જમણ તૈયાર.
કણિક માટે- એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી સારી રીતે મિક્સ કરી જરૂરી પાણી સાથે સુંવાળી કણિક તૈયાર કરી લો. તેને ઢાંકીને ૧૦ થી ૧૫ મિનિટ સુધી બાજુ પર રાખો.
- તે પછી કણિકના ૧૦ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
આગળની રીત- તૈયાર કરેલા પૂરણના ૫ સરખા ભાગ પાડો.
- કણિકના દરેક ભાગને વણીને ૧૭૫ મી. મી. (૭”) વ્યાસની ગોળાકાર રોટી થોડા ઘઉંના લોટની મદદથી વણી લો.
- આ વણેલી રોટી પર પૂરણનો એક ભાગ સારી રીતે પાથરી તેની પર બીજી રોટી મૂકી તેની કીનારી સરખી રીતે દબાવી લો.
- એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી વણેલા પરોઠાને, થોડા તેલની મદદથી, તેની બન્ને બાજુએ ગોલ્ડન બ્રાઉન ધાબા દેખાય ત્યાં સુધી શેકી લો.
- રીત ક્રમાંક ૨ થી ૪ પ્રમાણે બાકીના ૪ પરોઠા તૈયાર કરો.
- દહીં સાથે ગરમ ગરમ પીરસો.
Other Related Recipes
Accompaniments
1 review received for કોબી અને પનીરના પરોઠા
No critical reviews posted for this recipe
Helpful reviews for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe