બરીટો બોલ ની રેસીપી | Burrito Bowl
તરલા દલાલ દ્વારા
Added to 355 cookbooks
This recipe has been viewed 8297 times
બરીટો બોલ નામ ભલે અટપટું છે, પણ ખરેખર તે બનાવવામાં વધુ સમય લાગતો નથી. આ ઉપરાંત તે ધરાઇને એક જ વાનગીથી પૂર્ણ જમણનો અનુભવ કરાવે એવું છે, તેથી તેની બનાવવાની મહેનતનું પૂરેપૂરું વળતર મળી રહે એમ કહી શકાય. આમ તો તે ભાતમાં રંગીન શાકભાજી, કેચપ અને પ્રમાણસર મસાલા, રિફ્રાઇડ બીન્સ, સાર ક્રીમ અને બીન રાંધેલા સાલસા વડે બનાવી તેની પર ટોપીંગ પાથરતા પહેલા ચીઝ અને અન્ય વસ્તુઓ વડે સજાવી એક વાનગીનો સંતોષ મળે એવું મજેદાર તૈયાર થાય છે.
રિફ્રાઇડ બીન્સ મેક્સિકન વાનગીમાં વધુ વપરાય છે અને બજારમાં સહેલાઇથી મળી રહે છે, પણ ટમેટા, લીલા કાંદા અને રાંધેલા રાજમા વડે જો ઘરે જ બનાવશો, તો તૈયાર મળતા રિફ્રાઇડ બીન્સ કરતા વધુ ખશ્બુદાર બનાવી શકશો. દરેક બોલ અલગ-અલગ તૈયાર કરવો જેથી દરેકને સરખા પ્રમાણમાં પીરસી શકાય અને તૈયાર કરી તરત જ પીરસવા જેથી તેનો વધુ આનંદ માણી શકાય.
ભાત માટે- એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં લસણ મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં સૂકા લાલ મરચાંના ફ્લેક્સ તથા કાંદા મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં સિમલા મરચાં મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
- હવે તેમાં મીઠી મકાઇના દાણા મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં ભાત, ટમેટા કેચપ અને મીઠું મેળવી હળવેથી મિક્સ કરી મધ્યમ તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૨ મિનિટ સુધી રાંધી લીધા પછી બાજુ પર રાખો.
રિફ્રાઇડ બીન્સ બનાવવા માટે- એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં લસણ અને સૂકા લાલ મરચાંના ફ્લેક્સ મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં લીલા કાંદા મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં ટમેટા મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ટમેટાને ચમચાના પાછળના ભાગ વડે હલકા હાથે છુંદતા રહી ૨ મિનિટ સુધી રાંધી લો.
- તે પછી તેમાં ટમેટા કેચપ, રાજમા, મરચાં પાવડર, મીઠું અને ૧ ટેબલસ્પૂન પાણી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૨ મિનિટ સુધી રાંધીને બાજુ પર રાખો.
કાચા સાલસા બનાવવા માટે- એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ મેળવી સારી રીતે મિક્સ કરી ચમચાના પાછળના ભાગ વડે છુંદીને બાજુ પર રાખો.
બરીટો બોલ ની રેસીપી બનાવવા માટે આગળની રીત- ભાતના ૪ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
- રિફ્રાઇડ બીન્સના ૪ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
- સાર ક્રીમના ૪ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
- કાચા સાલસાના ૪ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
- હવે પીરસતા પહેલાં, એક મોટા સર્વિંગ બાઉલમાં ભાતનો એક ભાગ મૂકી ચમચાના પાછળના ભાગ વડે તેને હલકા હાથે દબાવી લો.
- હવે તેની પર રિફ્રાઇડ બીન્સનો એક ભાગ મૂકી ફરીથી તેને ચમચાના પાછળના ભાગ વડે તેને હલકા હાથે દબાવી લો.
- તે પછી તેની પર સાર ક્રીમનો એક ભાગ મૂકી ચમચાના પાછળના ભાગ વડે સરખી રીતે પાથરી લો.
- હવે તેની પર કાચા સાલસાનો એક ભાગ મૂકી સરખી રીતે પાથરી લો.
- છેલ્લે તેની પર ૧/૨ ટેબલસ્પૂન લીલા કાંદાનો લીલો તથા સફેદ ભાગ સરખી રીતે છાંટી તેની પર ૧ ટેબલસ્પૂન ખમણેલું ચીઝ અને ૧/૪ કપ કરકરો ભુક્કો કરેલી કોર્ન ચીપ્સ પણ છાંટી લો.
- રીત ક્રમાંક ૫ થી ૯ મુજબ બીજા વધુ ૩ સર્વિંગ બાઉલ તૈયાર કરો.
- તરત જ પીરસો.
Other Related Recipes
બરીટો બોલ ની રેસીપી has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe