મેક્સીકન ટાકોઝ રેસીપી | વેજીટેરીઅન ટાકોઝ | ભારતીય સ્ટાઇલ મેક્સીકન ટાકોઝ | Mexican Tacos, Vegetarian Tacos Recipe
તરલા દલાલ દ્વારા
Added to 437 cookbooks
This recipe has been viewed 3177 times
મેક્સીકન ટાકોઝ રેસીપી | વેજીટેરીઅન ટાકોઝ | ભારતીય સ્ટાઇલ મેક્સીકન ટાકોઝ | mexican tacos in gujarati | with 50 amazing images.
મેક્સીકન ટાકોઝ રેસીપી એ પ્રથમ વસ્તુ છે જે ધ્યાનમાં આવે છે જ્યારે ભારતીય લોકો મેક્સીકન ભોજન વિશે વિચારે છે. અમારી પાસે એક ભારતીય સ્ટાઇલ મેક્સીકન ટાકોઝ રેસીપી છે.
મેક્સીકન ટાકોઝ માટે મકાઈનો લોટ અને મેંદાની સાથે ટોર્ટીલા બનાવવામાં આવે છે, જે પછી નાના પાતળા વર્તુળોમાં ફેરવવામાં આવે છે અને પછી તેને તળી લેવાય છે. ભારતીયો ને બનાવવા માટે ખૂબ સરળ રેસીપી છે. વેજીટેરીઅન ટાકોઝ માટે રજમા ટોપિંગ બનાવવા, રાજમાને કુકરમાં રાંધવામાં આવે છે અને પછી ટામેટાના પલ્પ, કેચઅપ, લસણ અને કાંદા સાથે નોન સ્ટીક પેનમાં રાંધવામાં આવે છે.
ક્રિસ્પ ટોર્ટીલા માટે બનાવવા માટે- બધી સામગ્રીને એક ઊંડા બાઉલમાં ભેગું કરો, સારી રીતે મિક્સ કરી દો અને પૂરતા પાણીનો ઉપયોગ કરીને અર્ધ-નરમ કણિક તૈયાર કરો.
- કણિકને ૧૫ સમાન ભાગોમાં વહેંચો.
- દરેક ભાગને ૭૫ મી. મી. (૩”) વ્યાસના ગોળાકારમાં મેંદાના લોટની મદદથી વણી લીધા પછી તેમાં ફોર્ક (fork) વડે સરખા અંતરે કાંપા પાડી લો.
- એક ઊંડી નૉન-સ્ટીક કઢાઇમાં તેલ ગરમ કરો અને એક સમયમાં થોડા ટોર્ટીલા મધ્યમ તાપ તળી લો, જ્યાં સુધી તે બંને બાજુથી ક્રિસ્પ અને ગોલ્ડન બ્રાઉન રંગનો થાય.
- નીતારવા માટે ટીશ્યુ પેપર પર મૂકો.
- સંપૂર્ણ ઠંડા પાડ્યા પછી હવાબંધ ડબ્બામાં ભરી રાખો.
રાજમા ટોપિંગ બનાવવા માટે- પ્રેશર કૂકરમાં રાજમા, ૧ ૧/૨ કપ પાણી અને મીઠું ભેગું કરો અને ૪ સીટી માટે પ્રેશર કૂક કરો.
- પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળ નીકળી જવા દો. વધારાનું પાણી કાઢીને રાજમા ઠંડા થવા બાજુ પર રાખો.
- પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરો, તેમાં કાંદા અને લસણની પેસ્ટ નાખી મધ્યમ તાપ પર ૧ મિનિટ માટે સાંતળી લો.
- ટામેટાંનો પલ્પ, ટમૅટો કેચપ, લાલ મરચાંનો પાવડર, જીરા પાવડર અને મીઠું નાંખી, બરાબર મિક્સ કરી લો અને મધ્યમ તાપ પર વચ્ચે વચ્ચે હલાવતા ૨ મિનિટ માટે રાંધી લો.
- રાંધેલા રાજમાને પાણી સાથે ઉમેરો, બરાબર મિક્સ કરો, બટાટાના મેશરનો ઉપયોગ કરીને તેને મેશ કરો અને મધ્યમ તાપ પર વચ્ચે વચ્ચે હલાવતા ૪ થી ૫ મિનિટ સુધી રાંધી લો.
- ટોપિંગને ૧૫ સમાન ભાગોમાં વહેંચો. એક બાજુ રાખો.
ગ્રીન સૉસ બનાવવા માટે- પ્રેશર કૂકરમાં ટામેટાં, કાંદા, લીલા મરચાં, મીઠું અને એક કપ પાણી ભેગું કરો, સારી રીતે મિક્સ કરો અને ૨ સીટીઓ માટે પ્રેશર કૂક કરો.
- પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળ નીકળી જવા દો.
- મિશ્રણને સંપૂર્ણપણે ઠંડુ થવા દો અને મિક્સરમાં સુંવાળી પેસ્ટ બનાવી લો. સ્ટ્રેનર સાથે ગાળી લો.
- મિશ્રણને ઊંડા બાઉલમાં નાખો, વિનેગર ઉમેરો, સારી રીતે મિક્સ કરી દો અને બાજુ પર રાખો.
ટોમેટો-ચીલી સૉસ બનાવવા માટે- એક બાઉલમાં ટમૅટો કેચપ અને લાલ ચીલી સૉસને ભેગું કરો, બરાબર મિક્સ કરી એક બાજુ રાખો.
મેક્સીકન ટાકોઝ બનાવવા માટે- સ્વચ્છ, સૂખી સપાટી પર એક ક્રિસ્પ ટોર્ટીલા મૂકો, તેના ઉપર સરખે ભાગે રાજમા ટોપિંગનો એક ભાગ મૂકો.
- તેના ઉપર ૨ ટીસ્પૂન ગ્રીન સૉસ, ૧ ટીસ્પૂન ટોમેટો-ચીલી સૉસનું મિશ્રણ, લીલા કાંદા અને અંતે ૧/૨ ટેબલસ્પૂન ચીઝ.
- રીત ૧ અને ૨ વધુ ૧૪ મેક્સીકન ટાકોઝ તૈયાર કરો.
- મેક્સીકન ટાકોઝને તરત જ પીરસો.
Other Related Recipes
Accompaniments
મેક્સીકન ટાકોઝ રેસીપી has not been reviewed
1 FAVOURABLE REVIEW
The most Helpful Favourable review
Reviewed By
Pempemp,
March 09, 2013
The tacos are really not difficult to make.The rajma filling I the saute onions in butter instead of ghee.The crispy tacos with rajma, salad and the sauces taste very good topped with a little grated cheese.
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe