બેક્ડ રીબન સેવ | Baked Ribbon Sev, South Indian Jar Snack
તરલા દલાલ દ્વારા
Added to 17 cookbooks
This recipe has been viewed 4980 times
ચોખાનો લોટ અને ચણાનો લોટ મેળવીને બનતી રીબન સેવ દક્ષિણ ભારતની નાસ્તા માટેની અતિ પ્રખ્યાત વાનગી ગણાય છે. અહીં અમે તેને પૌષ્ટિક્તાથી ભરપુર રૂપ આપવાનો પ્રયાસ કર્યો છે. ચણાના લોટ અને ઘઉંના લોટનું મિશ્રણ કરી તેમાં થોડા મસાલા મેળવીને બનતી આ બેક કરેલી સેવ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ બને છે. આ સેવને તમે હવાબંધ બરણીમાં ભરી જ્યારે પણ મન થાય ત્યારે આનંદથી ખાઓ.
Add your private note
બેક્ડ રીબન સેવ - Baked Ribbon Sev, South Indian Jar Snack recipe in Gujarati
તૈયારીનો સમય:    બેકિંગનું તાપમાન: ૧૮૦˚ સે (૩૬૦˚ ફે)   બેકિંગનો સમય: ૧૩ થી ૧૫ મિનિટ   બનાવવાનો Time:    કુલ સમય:    
૧ કપ માટે
૧/૨ કપ ચણાનો લોટ
૧/૪ કપ ઘઉંનો લોટ
૧/૪ ટીસ્પૂન હળદર
૧/૨ ટીસ્પૂન મરચાં પાવડર
૧/૪ ટીસ્પૂન હીંગ
૩/૪ ટેબલસ્પૂન હુંફાળું ગરમ તેલ
મીઠું , સ્વાદાનુસાર
Method- એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી સારી રીતે મિક્સ કરીને જરૂરી પાણી સાથે સુંવાળી કણિક તૈયાર કરો.
- હવે રીબન આકારની સેવ બને એવી જાળી પર ૧/૮ ટીસ્પૂન તેલ લગાડીને તેને સંચામાં મૂકી દો. તેની પર કણિક મૂકીને દબાવી લીધા પછી તેને ઢાંકણ વડે બંધ કરી લો.
- હવે સંચાને ઉપરથી દબાવીને રીબન સેવને બેકીંગ ટ્રે પર કાઢી આગળથી ગરમ કરેલા ઑવનમાં ૧૮૦˚ સે (૩૬૦˚ ફે) તાપમાન પર ૧૦ મિનિટ સુધી બેક કરી લો.
- તે પછી સેવને એક ઊંડા બાઉલમાં કાઢી ઠંડી થવા દો. સેવ જ્યારે સંપૂર્ણ ઠંડી થઇ જાય, ત્યારે તેના આંગળીઓ વડે અડધા ટુકડા કરી લો.
- સેવને હવાબંધ બરણીમાં ભરી લો અને મન થાય ત્યારે આનંદથી ખાઓ.
Other Related Recipes
બેક્ડ રીબન સેવ has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe