You are here: હોમમા> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > મુઘલાઇ વ્યંજન > કાચા કેળાના કોફ્તા
કાચા કેળાના કોફ્તા

Tarla Dalal
05 September, 2023

Table of Content
મોગલ લોકો દરેક સામગ્રીનો પોતાની રસોઇમાં વ્યવસ્થિત રીતે ઉપયોગ કરતાં હતા અને તે પણ અસામાન્ય રીતે. આ વાનગીમાં પણ નામ પ્રમાણે કાચા કેળાના કોફ્તા પણ ફળનો ઉપયોગ કરી તૈયાર કરવામાં આવ્યા છે.
કાચા કેળામાં થોડા મસાલા ભેગા કરી, તળીને અદભૂત સ્વાદિષ્ટ કોફ્તા તૈયાર કરવામાં આવ્યા છે. આ કોફ્તાનો સ્વાદ મીઠી મધવાળી અસામાન્ય ગ્રેવીમાં રંધાઇને જ્યારે પીરસો તો દરેકને ભાવશે એની ખાત્રી છે.
Tags
Soaking Time
0
Preparation Time
20 Mins
Cooking Time
20 Mins
Baking Time
0 Mins
Baking Temperature
0
Sprouting Time
0
Total Time
40 Mins
Makes
4 માત્રા માટે
સામગ્રી
Main Ingredients
1 કપ બાફી છોલીને છૂંદેલા કાચા કેળા
1/4 કપ સમારેલા કાંદા (chopped onions)
1 ટીસ્પૂન આદુ-લીલા મરચાંની પેસ્ટ (ginger-green chilli paste)
1 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર (red chilli powder)
1/4 ટીસ્પૂન તાજો પીસેલો કાળા મરીનો પાવડર (freshly ground black pepper)
2 ટેબલસ્પૂન કોર્નફલોર (cornflour)
મીઠું (salt) , સ્વાદાનુસાર
તેલ ( oil ) , તળવા માટે
કરી માટે
3 ટેબલસ્પૂન ઘી (ghee)
25 મિલીમીટર તજ (cinnamon, dalchini)
1 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર (red chilli powder)
મીઠું (salt) , સ્વાદાનુસાર
1 કપ ટામેટાનું પલ્પ (tomato pulp)
6 ટેબલસ્પૂન તાજું ક્રીમ (fresh cream)
4 ટીસ્પૂન દૂધ (milk)
એક ચપટીભર સાકર (sugar)
2 ટીસ્પૂન મધ ( honey )
સજાવવા માટે
2 ટીસ્પૂન તાજું ક્રીમ (fresh cream)
વિધિ
આગળની રીત
- બધા કોફ્તાને એક પીરસવાની ડીશમાં ગોઠવી, તેની પર તૈયાર કરેલી ગ્રેવી રેડીને ક્રીમ વડે સજાવીને તરત જ પીરસો.
કરી માટે
- એક કઢાઇમાં ઘી ગરમ કરી તેમાં એલચી, લવિંગ અને તજ મેળવો.
- જ્યારે તે તતડવા માંડે, ત્યારે તેમાં કાંદાની પ્યુરી મેળવી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી અથવા કાંદાની પ્યુરી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળી લો.
- તે પછી તેમાં મરચાં પાવડર અને મીઠું મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી રાંધી લો.
- તે પછી તેમાં ટમેટાનું પલ્પ મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી રાંધી લો.
- તે પછી તેમાં ક્રીમ અને દૂધ મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી રાંધી લો.
- હવે તેને તાપ પરથી નીચે ઉતારી, તેમાં સાકર અને મધ મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
કોફ્તા માટે
- એક બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી સારી રીતે મિક્સ કરી લો.
- આ મિશ્રણના ૧૨ સરખા ભાગ પાડી, દરેક ભાગને ગોળાકારમાં વાળીને કોફ્તા તૈયાર કરી લો.
- એક કઢાઇમાં તેલ ગરમ કરી, તેમાં કોફ્તા નાંખી તે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. તે પછી તેને નીતારીને ટીશ્યુ પેપર પર કાઢીને બાજુ પર રાખો.
પ્લેટ દીઠ પોષક મૂલ્યો (સંક્ષિપ્ત)
ઊર્જા | 270 કૅલ |
પ્રોટીન | 3.3 ગ્રામ |
કાર્બોહાઇડ્રેટ | 25.0 ગ્રામ |
ફાઇબર | 2.3 ગ્રામ |
ચરબી | 17.7 ગ્રામ |
કોલેસ્ટ્રોલ | 1 મિલિગ્રામ |
સોડિયમ | 26 મિલિગ્રામ |
કઅચહએ કએલએ કએ કઓફટએ માં કેટલી કેલરી છે? કેલરી માટે અહીં ક્લિક કરો