વેજીટેબલ જાલફ્રેઝી | હેલ્દી પંજાબી વેજીટેબલ જાલફ્રેઝી | Vegetable Jalfrezi
તરલા દલાલ દ્વારા
Added to 392 cookbooks
This recipe has been viewed 7941 times
વેજીટેબલ જાલફ્રેઝી | હેલ્દી પંજાબી વેજીટેબલ જાલફ્રેઝી | vegetable jalfrezi recipe in gujarati.
વેજીટેબલ જાલફ્રેઝી એ એક લોકપ્રિય પંજાબી વેજીટેબલ જલફ્રેઝી સબ્જી છે. વેજીટેબલ જાલફ્રેઝીવેજીટેબલ જાલફ્રેઝીમાં મિક્સ શાકભાજીને તાજા ટમેટાના પલ્પના પાયામાં રાંધે છે, તેમાં લીલા મરચા, આદુ, કાંદા અને આવી સ્વાદિષ્ટ સામગ્રી મળવીને સાંતળવામા આવે છે.
આ રેસ્ટોરન્ટ સ્ટાઇલ વેજીટેબલ જાલફ્રેઝીરેસ્ટોરન્ટ સ્ટાઇલ વેજીટેબલ જાલફ્રેઝીને ગરમ-ગરમ રોટલી સાથે આનંદ લો.
વેજીટેબલ જાલફ્રેઝી બનાવવા માટે- વેજીટેબલ જાલફ્રેઝી બનાવવા માટે, એક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં જીરું, આદુની પેસ્ટ અને લસણની પેસ્ટ નાંખો અને થોડી સેકંડ માટે મધ્યમ આંચ પર સાંતળી લો.
- કાંદા ઉમેરો અને મધ્યમ આંચ પર ૨ મિનિટ માટે સાંતળી લો.
- તેમાં બધા વેજીટેબલ, લાલ મરચું પાવડર, હળદર, ધાણા-જીરું પાવડર, ગરમ મસાલા, કસૂરી મેથી, મીઠું અને ૧ ટેબલસ્પૂન પાણી નાખી બરાબર મિક્સ કરી લો. ઢાંકણથી ઢાંકીને મધ્યમ આંચ પર વચ્ચે-વચ્ચે હલાવતા ૩ મિનિટ સુધી રાંધી લો.
- તાજા ટામેટાંનો પલ્પ અને કોથમીર ઉમેરો, બરાબર મિક્સ કરી લો. મધ્યમ આંચ પર વચ્ચે-વચ્ચે હલાવતા ૧ મિનિટ સુધી રાંધી લો.
- વેજીટેબલ જાલફ્રેઝી ને ગરમ પીરસો.
વિગતવાર ફોટો સાથે વેજીટેબલ જાલફ્રેઝી | હેલ્દી પંજાબી વેજીટેબલ જાલફ્રેઝી ની રેસીપી
-
વેજીટેબલ જાલફ્રેઝી બનાવા માટે | હેલ્દી પંજાબી વેજીટેબલ જાલફ્રેઝી | vegetable jalfrezi recipe in gujarati | આપડે શાકભાજીનો સંગ્રહ, જેવા કે બેબી કોર્ન, ગાજર, ફણસી અને ફૂલકોબીનો ઉપયોગ કરી રહ્યા છીએ. અમે તેમને ત્રાંસા કાપીને અર્ધ બાફી લીઘા છે.
-
કાંદાની ત્વચા છોલીને છાલ ને કાઢી નાખો. કાંદાને પાતળા સ્લાઇસ માં કાપીને એક બાજુ રાખો.
-
ઘરે તાજા ટમેટાનું પલ્પ બનાવીને તૈયાર રાખો.
-
મિક્સ વેજીટેબલ જાલફ્રેઝીને બનાવા માટે, એક કઢાઇમાં તેલ ગરમ કરો અને તેમાં જીરું નાખો.
-
આદુની પેસ્ટ ઉમેરો.
-
લસણની પેસ્ટ ઉમેરો.
-
સારી રીતે મિક્સ કરો અને થોડી સેકંડ માટે અથવા કાચી સુગંધ જાય ત્યાં સુધી મધ્યમ આંચ પર સાંતળી લો.
-
કાંદા ઉમેરો.
-
મધ્યમ આંચ પર ૨ મિનિટ માટે અથવા કાંદા નરમ અને ગુલાબી થાય ત્યાં સુધી સાંતળી લો.
-
અન્ય તમામ શાકભાજી ઉમેરો, શરૂઆત આડા કાપીને અર્ધ ઉકાળેલા બેબી કોર્ન થી કરો. જો તમને બેબી કોર્ન ન મળે, તો સ્વીટ કોર્ન ના દાણાનો ઉપયોગ કરો.
-
અર્ધ ઉકાળીને આડા સમારેલા ગાજર ઉમેરો. શાકભાજીઓને સમાનરૂપે કાપવું મહત્વપૂર્ણ છે, જેથી તેઓ રાંધવાનો સમાન સમય લે છે અને નરમ થયા વિના સંપૂર્ણપણે રાંધાય જાય.
-
આડી કાપીને અર્ધ ઉકાળેલી ફણસી ઉમેરો. તેને વધુ પૌષ્ટિક બનાવવા માટે, તમે પનીર અથવા સોયા નગેટ રૂપમાં પ્રોટીન ઉમેરી શકો છો.
-
અર્ધ ઉકાળેલા ફૂલકોબીના ટુકડા ઉમેરો. જો તમને ગમે તો અન્ય શાકભાજીઓ જેવા કે બ્રોકોલી ફ્લોરેટ્સ, લીલા વટાણા, બટેટા, કેપ્સિકમ, રંગીન શિમલા મરચા પણ ઉમેરી શકાય છે.
-
મરચાંનો પાઉડર નાખો. વેજીટેબલ જાલફ્રેઝી હળવા મસાલેદાર હોવાનું માનવામાં આવે છે પરંતુ તમે તમારી પસંદગી મુજબ મસાલાને સમાયોજિત કરી શકો છો.
-
તેમાં હળદર પાવડર નાખો.
-
તેમાં ધાણા-જીરું પાવડર નાખો.
-
ગરમ મસાલા નાખો. તમારા સ્વાદને અનુરૂપ મસાલાના સ્તરને સમાયોજિત કરો.
-
કસૂરી મેથી નાખો.
-
મીઠું નાખો.
-
તેમાં ૧ ટેબલસ્પૂન પાણી ઉમેરી બરાબર મિક્ષ કરી લો. પાણી મસાલાઓને બળતા અટકાવે છે.
-
ઢાંકણથી ઢાંકીને મધ્યમ આંચ પર વચ્ચે-વચ્ચે હલાવતા ૩ મિનિટ સુધી રાંધી લો. ઓવરકુક ન કરો કારણ કે તમે ઇચ્છો છો કે શાકાભાજી તેના કુરકુરાપન જાળવીને રાખે.
-
તાજા ટમેટાનું પલ્પ ઉમેરો. જો તમારી પાસે ટામેટાંનો પલ્પ તૈયાર નથી, તો વેજીટેબલ જાલફ્રેઝીને ખૂબ જ જરૂરી ટેન્ગી સ્વાદ આપવા માટે ટમેટા કેચઅપનો ઉપયોગ કરો.
-
કોથમીર ઉમેરો.
-
બરાબર મિક્સ કરી લો. મધ્યમ આંચ પર વચ્ચે-વચ્ચે હલાવતા ૧ મિનિટ સુધી વેજીટેબલ જાલફ્રેઝીને | હેલ્દી પંજાબી વેજીટેબલ જાલફ્રેઝી | vegetable jalfrezi recipe in gujarati | રાંધી લો.
-
ચપાતી, નાન, પરાઠા અથવા પુલાવની સાથે વેજીટેબલ જાલફ્રેઝીને | હેલ્દી પંજાબી વેજીટેબલ જાલફ્રેઝી | vegetable jalfrezi recipe in gujarati | ગરમ પીરસો.
Other Related Recipes
Accompaniments
વેજીટેબલ જાલફ્રેઝી | હેલ્દી પંજાબી વેજીટેબલ જાલફ્રેઝી has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe