સ્ટફ ચીલા ની રેસીપી | Stuffed Chilla Recipe, Healthy Sprouts Besan Cheela
તરલા દલાલ દ્વારા
Added to 27 cookbooks
This recipe has been viewed 4733 times
ચીલા એક મજેદાર પૅનકેક છે જે રાજસ્થાનની અજોડ વાનગી ગણાય છે. આ વાનગી ઘરે સહેલાઇથી બનાવી શકાય એવી અલગ પ્રકારના પૌષ્ટિક પૂરણ વડે અનુપમ બનાવવામાં આવી છે.
આ પૂરણને સેન્ડવીચમાં, રૅપમાં કે પછી રોટલીમાં મેળવીને ખાવાથી એક અલગ પ્રકારની નાસ્તાની વાનગીની મજા મેળવી શકાય. આ સ્ટફ ચીલામાં વિટામીન-એ હોવાથી શરીરમાં ચામડીને પૌષ્ટિક્તા તો મળે છે ઉપરાંત શરીરની રોગ પ્રતિકાર શક્તિમાં પણ વધારો કરે છે.
આમ આ સ્ટફ ચીલામાં તમારા કુટુંબ માટે એક પૌષ્ટિક અને મજેદાર વાનગી ગણી શકાય.
મિક્સ કઠોળનું મિશ્રણ તૈયાર કરવા માટે- એક પહોળા ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં માખણ ગરમ કરીને તેમાં જીરૂ મેળવો.
- જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં લીલા મરચાં અને કાંદા મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં ટમેટા મેળવી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી રાંધી લો.
- તે પછી તેમાં મિક્સ કઠોળ, ચાટ મસાલો અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી રાંધી લો.
- પૅનને તાપ પરથી નીચે ઉતારી તેમાં કોથમીર મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- આ પૂરણના ૬ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
ચીલાના ખીરા માટે- એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ મેળવી લગભગ ૧ ૧/૪ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી સતત રેડી શકાય એવું પાતળું ખીરૂં તૈયાર કરી બાજુ પર રાખો.
સ્ટફ ચીલા બનાવવા માટે આગળની રીત- એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર થોડા હલકા પ્રમાણમાં ૧/૪ ટીસ્પૂન તેલ ચોપડી લો.
- તે પછી તવા પર એક ચમચા જેટલું ખીરૂં રેડી સરખા પ્રમાણમાં પાતળું ૧૫૦ મી. મી. (૬”)ના વ્યાસનું ગોળાકાર આકાર આપો.
- આ ચીલાની કિનારીઓ પર ૧/૪ ટીસ્પૂન તેલ રેડી ચીલો બન્ને બાજુએ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાંધી લો.
- આમ તૈયાર થયેલા ચીલાની અડધી બાજુ પર તૈયાર કરેલું પૂરણ મૂકી બીજો અડધો ભાગ વાળીને અર્ધ-ગોળાકાર આપો.
- રીત ક્રમાંક ૨ થી ૪ મુજબ બીજા વધુ ૫ સ્ટફ ચીલા તૈયાર કરો.
- સ્ટફ ચીલા તરત જ પીરસો
Other Related Recipes
Accompaniments
સ્ટફ ચીલા ની રેસીપી has not been reviewed
2 FAVOURABLE REVIEWS
The most Helpful Favourable review
Reviewed By
Mruga D,
November 08, 2014
Perfectly low calorie dish for me...Besan being low in glycemic index helps to maintain sugar levels whereas one gets ample amount of nutrients from Mixed sprouts....
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe