પૉષ્ટિક કોળાનું સૂપ ની રેસીપી | Nutritious Pumpkin Carrot Soup
તરલા દલાલ દ્વારા
Added to 53 cookbooks
This recipe has been viewed 5522 times
તમારા જમણમાં જોમ પૂરે એવું છે આ સુગંધી પૉષ્ટિક કોળાનું સૂપ, જેમાં સુવાના બી ઉમેરવાથી તે વધુ સ્વાદિષ્ટ બને છે. કોળાની સાથે ગાજરનું સંયોજન આનંદ આપે એવી મીઠાશ પેદા કરે છે અને તેમાં બહું ઓછું મીઠું ઉમેરવાની જરૂર પડે છે.
આ ઉપરાંત કોળામાં ઓછું સોડિયમ હોવાથી આ કોળાનું સૂપ ઉંચા રક્તદાબ ધરાવનારા માટે અતિ ઉપકાર ગણી શકાય. તે જ્યારે ગરમ અને તાજું હોય ત્યારે જ તમે આ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક સૂપને આનંદથી માણો.
Method- એક પ્રેશર કુકરમાં તેલ ગરમ કરી તેમાં સુવાના બી નાંખી મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં કાંદા નાંખી મધ્યમ તાપ પર વધુ ૧ મિનિટ સુધી સાંતળી લો.
- હવે તેમાં લાલ કોળું અને ગાજર નાંખી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં ૪ કપ પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી પ્રેશર કુકરની ૨ સીટી સુધી રાંધી લો.
- પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળને નીકળી જવા દો.
- તે પછી આ મિશ્રણને મીક્સરમાં ફેરવી મિશ્રણને સુંવાળું તૈયાર કરો.
- આમ તૈયાર થયેલા મિશ્રણને એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં રેડી, તેમાં મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- છેલ્લે તેમાં મરીનું પાવડર મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- ગરમ ગરમ પીરસો.
Other Related Recipes
પૉષ્ટિક કોળાનું સૂપ ની રેસીપી has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe