નાચની પનીરના પૅનકેક | Nachni Paneer Pancake, Ragi Paneer Pancake
તરલા દલાલ દ્વારા
Added to 189 cookbooks
This recipe has been viewed 6452 times
કૅલ્શિયમ એક એવો પોષક તત્વ છે જે દરેક ઉમરના લોકોને તેમના શરીરના હાડકા અને દાંતની તંદુરસ્તી તથા વૃધ્ધિ અને જાળવણી માટે જરૂરી છે. અહીં આ પોષક તત્વયુક્ત સામગ્રી એટલે કે નાચનીનો ઉપયોગ કેમ કરવો એ બતાવવામાં આવ્યું છે. આમતો ઘણા બધા ઘરોમાં નાચનીનો ઉપયોગ થતો નથી પણ તે કૅલ્શિયમનું શ્રેષ્ટ સ્ત્રોત છે.
આ નાચની પનીરના પૅનકેકમાં કૅલ્શિયમ સમૃઘ્ઘ પનીર, ખુશ્બુદાર તલ, રસદાર કાંદા અને પ્રોટીનયુક્ત ચણાનો લોટ મેળવી સ્વાદિષ્ટ નાસ્તો તૈયાર કરવામાં આવ્યા છે, જે ખરેખર મજેદાર પૂરવાર થાય એવા છે. આ પૅનકેક જેવા તૈયાર થઇ જાય કે તરત જ લીલી ચટણી સાથે પીરસસો ત્યારે તમારા કુંટુંબના દરેક સભ્ય જરૂરથી રાજી થઇ જશે.
Method- એક ઊંડા બાઉલમાં બધી સામગ્રી સાથે લગભગ ૧ કપ જેટલું પાણી મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર ૧/૪ ટીસ્પૂન તેલ ચોપડી લો.
- તે પછી તેની પર એક ચમચા જેટલું ખીરૂં રેડી, ૧૨૫ મી. મી. (૫”) વ્યાસના ગોળાકાર પૅનકેક તૈયાર કરો.
- આ પૅનકેકને ૧/૪ ટીસ્પૂન તેલ વડે તેની પર ગોલ્ડન બ્રાઉન ધાબા દેખાય ત્યાં સુધી બન્ને બાજુએથી રાંધી લો.
- રીત ક્રમાંક ૩ અને ૪ મુજબ બીજા ૮ પૅનકેક તૈયાર કરી લો.
- લીલી ચટણી સાથે તરત જ પીરસો.
Other Related Recipes
નાચની પનીરના પૅનકેક has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe