મેથી પાપડ રેસીપી | મેથી પાપડ નું શાક | રાજસ્થાની મેથી પાપડ | Methi Papad ( Gujarati Recipe)
તરલા દલાલ દ્વારા
Added to 178 cookbooks
This recipe has been viewed 12378 times
મેથી પાપડ રેસીપી | મેથી પાપડ નું શાક | રાજસ્થાની મેથી પાપડ | methi papad recipe in Gujarati | with 15 amazing images.
અહીં મેથીના દાણાને પાપડની સાથે એક મજેદાર મીઠી અને તીખી ગ્રેવીમાં રાંધવામાં આવ્યા છે. મેથીના દાણામાં રહેલા ઉત્તમ ઔષધીય ગુણધર્મોનો ફાયદા તો છે જ, પણ તે ઉપરાંત વધુમાં તેમાં સારા પ્રમાણમાં લોહતત્વ છે અને તે સાથે તે શરીરને શીતળતા પણ આપે છે.
સામાન્ય રીતે આપણે કોઇપણ વાનગીમાં મેથીના એક-બે ચમચી જેટલા જ દાણા નાંખીએ છીએ, જ્યારે આ વાનગીમાં મેથીનો પુષ્કળ ઉપયોગ થવાથી તે એક અસામાન્ય વાનગી બને છે.
આ વાનગી સ્વાદમાં જરૂર કડવી છે, છતાં તે અતિ સ્વાદિષ્ટ બને છે. ભાત અને અથાણા સાથે ગરમ ખાઇને તેનો આનંદ માણો.
Add your private note
મેથી પાપડ રેસીપી - Methi Papad ( Gujarati Recipe) in Gujarati
તૈયારીનો સમય:    પલાળવાનો સમય: ૩૦ મિનિટ   બનાવવાનો સમય:    કુલ સમય:    
૪ માત્રા માટે
Method- ગરમ પાણીમાં મેથીના દાણાને ૩૦ મિનિટ સુધી પલાળી રાખ્યા બાદ નીતારી લો.
- હવે એક પ્રેશર કુકરમાં જરૂરી પાણી સાથે મેથીના દાણાને ૩ સીટી સુધી બાફીને નીતારી લીધા પછી બાજુ પર રાખો.
- હવે એક નૉન-સ્ટીક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં રાઇ મેળવો.
- જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં ૧ ૧/૨ કપ પાણી, હળદર, મરચાં પાવડર, ધાણા-જીરા પાવડર, ગોળ અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી લીધા પછી ધીમા તાપ પર પાણી ઉકળવા માંડે ત્યાં સુધી રાંધી લો.
- તે પછી તેમાં મેથી અને પાપડ મેળવી સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર ૪ થી ૫ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી ઉકાળી લો.
- તરત જ પીરસો.
હાથવગી સલાહ:- આ વાનગીમાં તમને મેથીના દાણાની કડવાશ ન ગમતી હોય તો તમે ૧/૨ કપ મેથીની ભાજીનો ઉપયોગ કરી શકો છો. રીત ક્રમાંક ૪ માં જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં મેથીની ભાજી ઉમેરી મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી સાંતળી લીધા પછી આગળની રીતે તૈયાર અનુસરવી.
Other Related Recipes
Accompaniments
મેથી પાપડ રેસીપી has not been reviewed
1 FAVOURABLE REVIEW
The most Helpful Favourable review
Reviewed By
Vinita_Raj,
November 03, 2012
We love to have this dish often with our dinner. Papad and methi cooked in a mild spiced and tasty liquid gravy. Quick and easy to make.
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe