મેનુ

You are here: હોમમા> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ >  મેન કોર્સ રેસીપી >  શાક અને કરી >  મસાલે વાલી તુરાઈ રેસીપી (તુરાઈ કી સબઝી)

મસાલે વાલી તુરાઈ રેસીપી (તુરાઈ કી સબઝી)

Viewed: 10018 times
User Tarla Dalal  •  Updated : Aug 06, 2025
   
Share icon
0.0/5 stars   100% LIKED IT | 0 REVIEWS OK

Table of Content

કોઇક શાક ઘણા આરોગ્યદાઇ હોય છે, પણ આપણે આપણા જમણમાં તેનો ઉપયોગ ક્યારેક જ કરીએ છીએ. તુરીયા તેમાંનો એક દાખલો ગણી શકાય.

તુરીયા જો કે પૌષ્ટિક તો છે પણ, તેનો ઉપયોગ કરવાનું આપણે ટાળીએ છીએ કારણકે તે અતિ નરમ, પોચા અને એક અલગ પ્રકારની સુવાસ ધરાવે છે. અહીં અમે તેની આ ખાસિયતો દૂર કરી છે.

તેમાં ટમેટાના પલ્પની સાથે વિવિધ મસાલા મેળવવામાં આવ્યા છે, જેથી આ મસાલાવાળા તુરીયાની ભાજી તમે ઝટપટ અને સરળ રીતે બનાવી શકો અને તમારા ઘરમાં બનતી અન્ય વાનગીઓની સૂચિમાં તેનો ઉમેરો કરી શકો.

બીજા પૌષ્ટિક શાક પણ અજમાવો જેમ કે તાજી મશરૂમની કરી અને પાલક ચણાની દાળ .

 

મસાલાવાળા તુરીયા ની રેસીપી - Masale Wali Turai, Turai ki Sabzi recipe in Gujarati

Soaking Time

0

Preparation Time

15 Mins

Cooking Time

13 Mins

Baking Time

0 Mins

Baking Temperature

0

Sprouting Time

0

Total Time

28 Mins

Makes

4 માત્રા માટે

સામગ્રી

વિધિ
  1. એક નૉન-સ્ટીક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ મેળવો.
  2. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં કાંદા ઉમેરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
  3. તે પછી તેમાં હળદર, આદૂ, લીલા મરચાં અને ૧ ટેબલસ્પૂન પાણી મેળવી મધ્યમ તાપ પર થોડી વધુ સેકંડ સુધી સાંતળી લો.
  4. તે પછી તેમાં ટમેટાનું પલ્પ અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  5. તે પછી તેમાં ધાણા-જીરા પાવડર, મરચાં પાવડર અને આમચૂર પાવડર મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી રાંધી લો.
  6. છેલ્લે તેમાં તુરીયા અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી લીધા પછી કઢાઇને ઢાંકી મધ્યમ તાપ પર ૮ મિનિટ સુધી અથવા તુરીયા બરોબર રંધાઇ જાય ત્યાં સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  7. કોથમીર વડે સજાવીને ગરમ ગરમ પીરસો.

પ્લેટ દીઠ પોષક મૂલ્યો (સંક્ષિપ્ત)

 

ઊર્જા 59 કૅલ
પ્રોટીન 1.4 ગ્રામ
કાર્બોહાઇડ્રેટ 7.2 ગ્રામ
ફાઇબર 2.8 ગ્રામ
ચરબી 2.8 ગ્રામ
કોલેસ્ટ્રોલ 0 મિલિગ્રામ
સોડિયમ 15 મિલિગ્રામ

મઅસઅલએ વઅલઈ ટઉરઅઈ, ટઉરઅઈ કઈ સબ્જી માં કેટલી કેલરી છે? કેલરી માટે અહીં ક્લિક કરો

Your Rating*

User

Follow US

રેસીપી શ્રેણીઓ