દૂધીનો રાઇતો ની રેસીપી | Lauki ka Raita, Dudhi Raita


દ્વારા


Added to 72 cookbooks   This recipe has been viewed 6352 times

દૂધીની પોષણ શક્તિ અને પ્રોટીનયુક્ત દહીંનો સંગાથ એટલે ખાઇપીને મોજ માણવાનો અનેરો આનંદ તમને આ એક વસ્તુ વડે બનતા રાઇતામાં મળશે. જો તમને ચિંતા થતી હોય કે એકલી દૂધીનો રાઇતો તો નરમ માવા જેવો થશે, પણ અહીં તેમાં વિચારીને કરેલા થોડા ફેરફાર તમને વધુ આનંદીત કરે એવા છે. કાંદા, લીલા મરચાં અને આદૂની સાથે દૂધીને રાંધવાથી, આ રાઇતાને એક વિશિષ્ટ પ્રકારની સુગંધ મળે છે, ઉપરાંત ભુક્કો કરેલી મગફળી તેની સુવાસને વધુ મધુર બનાવી મોઢામાં પાણી છૂટે એવો બનાવે છે. છેલ્લે તેનો પારંપારિક વઘાર આ દૂધીના રાઇતાને ખુશ્બુદાર અને સ્વાદિષ્ટ બનાવે છે. આ રાઇતાને લજીજ પરોઠા અને બાજરા, મગ અને લીલા વટાણાની ખીચડી સાથે પીરસીને તેનો આનંદ માણો.

સામગ્રી
૧ કપ સમારેલી દૂધી
૧/૪ કપ સ્લાઇસ કરેલા કાંદા
૧/૪ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
૧ ટીસ્પૂન ઝીણું સમારેલું આદૂ
૧ કપ જેરી લીધેલું તાજું દહીં
૩ ટેબલસ્પૂન શેકીને અર્ધકચરી કરેલી મગફળી
મીઠું , સ્વાદાનુસાર
૧ ટીસ્પૂન તેલ
૧/૨ ટીસ્પૂન રાઇ
૭ થી ૮ કડીપત્તા
વિધિ
    Method
  1. . એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં દૂધી, કાંદા, લીલા મરચાં, આદૂ અને ૩/૪ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી, પૅનને ઢાંકીને મધ્યમ તાપ પર ૧૦ મિનિટ સુધી અથવા પાણીનું બાષ્પીભવન થઇ જાય ત્યાં સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લીધા પછી ઠંડું થવા બાજુ પર રાખો.
  2. હવે આ મિશ્રણને એક ઊંડા બાઉલમાં મૂકી તેમાં દહીં, મગફળી અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
  3. વઘાર તૈયાર કરવા માટે એક નાના નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં રાઇ મેળવો.
  4. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં કડીપત્તા મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
  5. હવે આ વઘારને તૈયાર કરેલા દહીં-દૂધીના મિશ્રણ પર રેડી સારી રીતે મિક્સ કરી લો.
  6. તરત જ પીરસો.


RECIPE SOURCE : Protein Rich RecipesBuy this cookbook

Also View These Popular Recipes

REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Password?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Are you sure you want to delete this review ?

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Reviews