You are here: હોમમા> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > રાઈતા / કચૂંબર > બીટ, કાકડી અને ટમેટાનું રાઈતું
બીટ, કાકડી અને ટમેટાનું રાઈતું
 
                          Tarla Dalal
18 November, 2022
Table of Content
બીટ રૂટ રાયતું રેસીપી | ચુકંદર રાયતા | બીટરૂટ પચડી | beetroot raita recipe in Gujarati | with 24 amazing images.
પૌષ્ટિક, સ્વાદીષ્ટ અને ખુશ્બુદાર આ બીટ રૂટ રાયતું રેસીપીમાં વિવિધતા પણ ઘણી છે. કોથમીર અને લીલા મરચાંનો સ્વાદ, કરકરા સીંગદાણા અને નાળિયેર આ બીટ, કાકડી અને ટમેટાનાં રાઇતામાં ખૂબ જામે છે. ઉપરથી જીરા અને હીંગનો વઘાર તેને વધુ મોહક રૂપ આપે છે.
બીજા રાઈતા પણ અજમાવો, તે છે કાળી દ્રાક્ષનું રાઈતું , સૂરણનું રાઈતું અને કેરીનું રાઈતું.
Tags
Soaking Time
0
Preparation Time
15 Mins
Cooking Time
1 Mins
Baking Time
0 Mins
Baking Temperature
0
Sprouting Time
0
Total Time
16 Mins
Makes
6 માત્રા માટે
સામગ્રી
Main Ingredients
1/4 કપ બાફી છોલીને સમારેલું બીટ
1/2 કપ સમારેલી કાકડી (chopped cucumber)
1/2 કપ સમારેલા ટામેટા (chopped tomatoes)
1 1/4 કપ જેરી લીધેલી દહીં (whisked curds, dahi)
મીઠું (salt) , સ્વાદાનુસાર
2 ટીસ્પૂન પીસેલી સાકર (powdered sugar)
2 ટીસ્પૂન સમારેલા લીલા મરચાં (chopped green chillies)
1 ટેબલસ્પૂન તેલ ( oil )
1 ટીસ્પૂન જીરું ( cumin seeds, jeera)
3 ટેબલસ્પૂન કાપેલી મગફળી (chopped raw peanuts)
વિધિ
- એક ઊંડા બાઉલમાં બીટ, કાકડી, ટમેટા, દહીં, મીઠું, સાકર અને લીલા મરચાં ભેગા કરીને સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
 - એક નાના નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં જીરું નાંખો.
 - જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં હીંગ મેળવી મધ્યમ તાપ પર ૧૫ સેકંડ સુધી સાંતળી લો.
 - આ વઘારને તૈયાર કરેલા રાઇતા પર રેડી સારી રીતે મિક્સ કરી લો.
 - પછી તેમા મગફળી, નાળિયેર અને કોથમીર મેળવી સારી રીતે મિક્સ કરી લો.
 - આ રાઇતાને રેફ્રીજરેટરમાં ઓછામાં ઓછો ૧ કલાક રાખી મૂકો.
 - ઠંડું પીરસો.
 
પ્લેટ દીઠ પોષક મૂલ્યો (સંક્ષિપ્ત)
| ઊર્જા | 135 કૅલ | 
| પ્રોટીન | 4.2 ગ્રામ | 
| કાર્બોહાઇડ્રેટ | 6.4 ગ્રામ | 
| ફાઇબર | 1.9 ગ્રામ | 
| ચરબી | 10.5 ગ્રામ | 
| કોલેસ્ટ્રોલ | 8 મિલિગ્રામ | 
| સોડિયમ | 19 મિલિગ્રામ | 
બીટ રઅઈટઅ માં કેટલી કેલરી છે? કેલરી માટે અહીં ક્લિક કરો