You are here: હોમમા> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > દક્ષિણ ભારતીય વ્યંજન | દક્ષિણ ભારતીય વાનગીઓ | > ઇડલી
ઇડલી
 
                          Tarla Dalal
16 April, 2021
Table of Content
દક્ષિણ ભારતીય વાનગીઓમાં ઇડલી તો જાણે સામાન્ય રીતે બધાને ગમે એવી વાનગી ગણાઇ ગઇ છે.
તે ફક્ત બનાવવામાં સહેલી જ નથી પણ એટલી જ પૌષ્ટિક્તા પણ ધરાવે છે અને પચવામાં પણ બહુ સરળ છે. તમને જ્યારે ઘોરી માર્ગ પર જમવા માટે કંઇ પણ ન મળે ત્યારે કોઇ પણ નાની એવી હોટલમાં ઇડલી તો જરૂર મળી રહેશે. ઇડલી બાફીને બનતી હોવાથી ગમે ત્યાં ખાવાથી પણ સહીસલામત ગણાય છે.
Tags
Soaking Time
0
Preparation Time
15 Mins
Cooking Time
45 Mins
Baking Time
0 Mins
Baking Temperature
0
Sprouting Time
0
Total Time
60 Mins
Makes
30 ઇડલી
સામગ્રી
Main Ingredients
1 કપ અડદની દાળ (urad dal)
3 કપ ઉકળા ચોખા (parboiled rice (ukda chawal)
1/2 ટીસ્પૂન મેથીના દાણા (fenugreek, methi seeds)
મીઠું (salt) , સ્વાદાનુસાર
નાળિયેરનું તેલ (coconut oil) અથવા બીજું કોઇ પણ રિફાઇન્ડ
લીંબુ (lemon) , પીરસવા માટે
લીંબુ (lemon) , પીરસવા માટે
વિધિ
- એક ઊંડા બાઉલમાં અડદની દાળ અને મેથીના દાણા સાથે જરૂરી પાણી મેળવી ૩ કલાક સુધી પલાળી રાખ્યા બાદ નીતારી લો.
 - બીજા એક ઊંડા બાઉલમાં જરૂરી પાણી સાથે ચોખા ૩ કલાક સુધી પલાળી રાખ્યા બાદ નીતારી લો.
 - હવે પલાળેલી અડદની દાળ અને મેથીના દાણાના મિશ્રણને મિક્સરમાં ફેરવીને (થોડું થોડું જરૂરી પાણી રેડતા રહી) સુંવાળી અને ફીણદાર પેસ્ટ તૈયાર કર્યા પછી કાઢીને બાજુ પર રાખો.
 - એ જ રીતે પલાળેલા ચોખાને મિક્સરમાં ફેરવીને સુંવાળી પેસ્ટ તૈયાર કરી બાજુ પર રાખો.
 - હવે અડદની દાળની પેસ્ટ અને ચોખાની પેસ્ટને એક બાઉલમાં મિક્સ કરી બાઉલને ઢાંકીને આથો આવવા માટે રાત્રભર બાજુ પર રાખો.
 - જ્યારે ખીરામાં આથો આવી જાય, ત્યારે તેમાં મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી લો.
 - આ ખીરાને એક ચમચા જેટલું લઇને તેલ ચોપડેલા દરેક ઇડલીના મોલ્ડમાં મૂકી ૧૦ થી ૧૨ મિનિટ સુધી બાફી લો.
 - આ જ રીતે બાકી રહેલા ખીરા વડે વધુ ઇડલી તૈયાર કરી નાળિયેરની ચટણી અને સાંભર સાથે ગરમ ગરમ પીરસો.
 
પ્લેટ દીઠ પોષક મૂલ્યો (સંક્ષિપ્ત)
| ઊર્જા | 87 કૅલ | 
| પ્રોટીન | 2.8 ગ્રામ | 
| કાર્બોહાઇડ્રેટ | 18.4 ગ્રામ | 
| ફાઇબર | 0.9 ગ્રામ | 
| ચરબી | 0.2 ગ્રામ | 
| કોલેસ્ટ્રોલ | 0 મિલિગ્રામ | 
| સોડિયમ | 3 મિલિગ્રામ | 
ઇડલી ( કેવી રીતે કરવા બનાવવી ઇડલી ) માં કેટલી કેલરી છે? કેલરી માટે અહીં ક્લિક કરો