લીલા વટાણાની પૂરી | Hare Mutter ki Puri, Green Peas Puri
તરલા દલાલ દ્વારા
हरे मटर की पूरी - हिन्दी में पढ़ें (Hare Mutter ki Puri, Green Peas Puri in Hindi)
Added to 31 cookbooks
This recipe has been viewed 6408 times
લીલા વટાણાની પૂરી એક મજેદાર નાસ્તાની વાનગી છે જેમાં અર્ધકચરેલા લીલા વટાણાને ખટ્ટાશવાળા લીંબુના રસ, તીખા લીલા મરચાં અને ખુશ્બુદાર જીરા વડે સ્વાદભર્યું બનાવવામાં આવ્યા છે અને આ પૂરણને ભતુરા જેવી કણિકમાં ભરીને તળવામાં આવી છે. લીલા વટાણાની પૂરી એક મજેદાર નાસ્તાની વાનગી છે જેમાં અર્ધકચરેલા લીલા વટાણાને ખટ્ટાશવાળા લીંબુના રસ, તીખા લીલા મરચાં અને ખુશ્બુદાર જીરા વડે સ્વાદભર્યું બનાવવામાં આવ્યા છે અને આ પૂરણને ભતુરા જેવી કણિકમાં ભરીને તળવામાં આવી છે. આ પૂરી ખૂબજ સ્વાદિષ્ટ છે કારણકે તેમાં વિવિધ પ્રકારના સ્વાદનો સંયોજન છે જે તમે સવારના નાસ્તા અથવા સાંજની ચા સાથે માણી શકો છો.
Method- મેંદાના લોટને ચાળણી વડે સારી રીતે ચાળી લો.
- તે પછી તેમાં બાકી રહેલી બધી વસ્તુઓ મેળવી જરૂરી હુંફાળું પાણી મેળવી નરમ કણિક તૈયાર કરો.
- આ કણિકને ૫ થી ૭ મિનિટ સુધી ગુંદી મલમલના કપડા વડે ઢાંકી ૧ કલાક માટે બાજુ પર રાખો.
પૂરણ માટે- એક ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી તેમાં જીરૂ નાંખો.
- જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં લીલા મરચાં મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં લીલા વટાણા, લીંબુનો રસ અને મીઠું મેળવી, મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- તે પછી તેની પર મેંદાનો લોટ છાંટી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ અથવા મિશ્રણ સૂકું થાય ત્યાં સુધી રાંધી બાજુ પર રાખો.
આગળની રીત- કણિકના ૧૮ સરખા ભાગ પાડો.
- એક ભાગને ૭૫ મી. મી. (૩”)ના ગોળાકારમાં મેંદાના લોટની મદદથી વણી લો.
- આ ગોળાકારની મધ્યમાં ૧ ટીસ્પૂન જેટલું પૂરણ મૂકો.
- તેની દરેક બાજુ મધ્યમાં વાળી સખત રીતે બંધ કરી લો.
- તેને ફરીથી ૧૦૦ મી. મી. (૪”)ના ગોળાકારમાં મેંદાના લોટની મદદથી વણી લો.
- રીત ક્રમાંક ૨ થી ૫ પ્રમાણે બાકીની ૧૭ પૂરી તૈયાર કરી લો.
- એક કઢાઇમાં તેલ ગરમ કરી, તેમાં એક સમયે થોડી-થોડી પૂરી નાંખી, તે બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લીધા પછી બહાર કાઢી સૂકી થવા ટીશ્યુ પેપર પર મૂકો.
- તરત જ પીરસો.
Other Related Recipes
લીલા વટાણાની પૂરી has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe