હરા ભરા કબાબ રેસીપી | વેજ હરા ભરા કબાબ | પંજાબી રેસ્ટોરન્ટ સ્ટાઇલ હરા ભરા કબાબ | હરાભરા કબાબ | Hara Bhara Kabab, Veg Hara Bhara Kebab
તરલા દલાલ દ્વારા
Added to 292 cookbooks
This recipe has been viewed 4487 times
હરા ભરા કબાબ રેસીપી | વેજ હરા ભરા કબાબ | પંજાબી રેસ્ટોરન્ટ સ્ટાઇલ હરા ભરા કબાબ | હરાભરા કબાબ | hara bhara kabab in gujarati | with 25 amazing images.
હરા ભરા કબાબ જે એક વેજ હરા ભરા કબાબ છે હરા ભરા કબાબ વિશ્વભરની ભારતીય રેસ્ટોરાંમાં સૌથી પ્રિય કબાબ છે. હરા ભરા કબાબ ચણાની દાળ, લીલા વટાણા, પનીર, પાલક, મેંદો, બ્રેડ ક્રમ્બ્સ અને ભારતીય મસાલામાંથી બનેલો છે. તમે વેજ હરા ભરા કબાબને ડીપ-ફ્રાય કરી શકો છો અથવા તવા પર શેલો ફ્રાય કરી શકો છો.
હરા ભરા કબાબને સ્ટાર્ટર અથવા નાસ્તા તરીકે પીરસો અથવા તેને રોટીમાં લપેટીને હરા ભરા ટિકી રોલ બનાવો અને તેને સંતોષકારક વન-ડીશ ભોજન તરીકે આનંદ લો.
હરા ભરા કબાબ બનાવવા માટે- હરા ભરા કબાબ બનાવવા માટે, ચણાની દાળને સાફ કરો, ધોઈ લો અને ૧ કલાક માટે પલાળી દો.
- પ્રેશર કૂકરમાં ચણાની દાળ, લસણ, આદુ, લીલા મરચાં અને ૧/૨ કપ પાણી ઉમેરો, સારી રીતે મિક્સ કરો અને ૨ સીટી માટે પ્રેશર કુક કરો.
- પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળને નીકળી જવા દો.
- ચણાની દાળ, લીલા વટાણા, પાલક ઉમેરો અને જરૂર પડે તો ૧/૨ ટેબલસ્પૂન પાણીનો ઉપયોગ કરીને મિક્સરમાં ફેરવી સુવાળું મિશ્રણ તૈયાર કરો.
- એક બાઉલમાં ટ્રાન્સફર કરો અને પનીર, મીઠું, ગરમ મસાલો, ચાટ મસાલો અને ૧/૩ કપ બ્રેડ ક્રમ્બ્સ ઉમેરો, બરાબર મિક્સ કરો.
- મિશ્રણને ૧૨ સમાન ભાગોમાં વહેંચો અને દરેક ભાગને ૫૦ મી. મી. (૨”)ના ગોળાકર બનાવીને દબાવી ચપટા કબાબ તૈયાર કરી લો.
- દરેક હરા ભરા કબાબને તૈયાર કરેલા મેંદા- પાણીની પેસ્ટમાં ડૂબાવો અને બાકીના બ્રેડ ક્રમ્બસ્ માં રોલ કરો.
- એક નોન-સ્ટીક કઢાઈમાં તેલ ગરમ કરો અને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી હરા ભરા કબાબને તળી લો.
- હરા ભરા કબાબ ને ગરમ ગરમ ટમેટો કેચપ અને લીલી ચટણી સાથે પીરસો.
હાથવગી સલાહ:- તમે છઠ્ઠા પગલા સુધી સમાન પ્રક્રિયાને અનુસરીને ગ્રીસ કરેલા તવા પર હરા ભરા કબાબને રાંધી શકો છો. બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી રાંધી શકો છો.
Other Related Recipes
Accompaniments
હરા ભરા કબાબ રેસીપી has not been reviewed
3 FAVOURABLE REVIEWS
The most Helpful Favourable review
Reviewed By
loves cooking,
August 22, 2014
Amazing recipe tastes exactly like the kebabs you get in restaurants. One can sprinkle chaat masala on top to make it more chat pata. Make sure that the mixture for the kebabs is not very loose or else the kebabs will break when frying. taste best with chutney or ketchup.
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe