ફરસી પુરી રેસીપી | ગુજરાતી ક્રિસ્પી ફારસી પુરી | ભારતીય ફારસી પુરી દિવાળી નાસ્તો | Farsi Puri, Gujarati Farsi Poori
તરલા દલાલ દ્વારા
Added to 34 cookbooks
This recipe has been viewed 10240 times
ફરસી પુરી રેસીપી | ગુજરાતી ક્રિસ્પી ફારસી પુરી | ભારતીય ફારસી પુરી દિવાળી નાસ્તો | farsi puri in Gujarati | with 32 amazing images.
ગુજરાતી લોકો જો દીવાળીના દીવસોમાં ફરસી પુરી ન બનાવે તો તેમની દીવાળી અધૂરી જ ગણાય.
આ તળેલી પૂરી ફરસાણની વાનગીઓમાં બધાની મનપસંદ ગણાય છે. તેનું કારણ તો તમે જ્યારે તેનો સ્વાદ માણશો ત્યારે જ સમજાશે. આ ગુજરાતી ક્રિસ્પી ફારસી પુરી બહું સામાન્ય વસ્તુઓ વડે સહેલાઇથી બનાવી શકાય છે, પણ તેની મોઢામાં મૂક્તા જ પીગળી જાય એવી બનાવટનું કારણરૂપ છે કણિકમાં મેંદા સાથે મેળવેલો રવો અને ઘી તથા કાળા મરીનું પાવડર.
આ ફરસી પુરી એમ જ અથવા કોફી કે ચહા સાથે ખાઇને તેનો આનંદ માણો.
Method- એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી, સારી રીતે મિક્સ કરી લીધા પછી તેમાં થોડું પાણી ઉમેરી કઠણ કણિક તૈયાર કરો.
- આ કણિકના ૨૪ સરખા ભાગ પાડી દરેક ભાગને ૫૦ મી. મી. (૨”) વ્યાસના ગોળાકારમાં વણી લો.
- આ વણેલી પૂરી પર ફોર્ક (fork) વડે કાંપા પાડી લો.
- હવે એક ઊંડી નૉન-સ્ટીક કઢાઇમાં તેલ ગરમ કરી, એક સાથે થોડી-થોડી પૂરી ધીમા તાપ પર બન્ને બાજુએથી હલકી બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તળી લો, તે પછી તેને ટીશ્યુ પેપર પર કાઢી લો.
- પૂરી સંપૂર્ણ ઠંડી થાય તે પછી તેને હવાબંધ બરણીમાં ભરી લો.
Other Related Recipes
ફરસી પૂરી ની રેસીપી has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe