અડદની દાળની પુરી રેસીપી | મસાલેદાર અડદની દાળની પુરી | રાજસ્થાની મસાલેદાર પુરી | Rajasthani Urad Dal Stuffed Puri, Poori
તરલા દલાલ દ્વારા
Added to 20 cookbooks
This recipe has been viewed 14211 times
અડદની દાળની પુરી રેસીપી | મસાલેદાર અડદની દાળની પુરી | રાજસ્થાની મસાલેદાર પુરી | spicy urad dal puris in gujarati |
તમારા બેઠકના ઓરડાને સંપૂર્ણ રાજસ્થાની વાતાવરણમાં બદલવા માટે આ સ્વાદિષ્ટ અડદની દાળની પુરીને મીઠા અથાણાં અને ગરમ ચા સાથે રવિવારે સવારે પીરસો.
આ પુરીના દરેક પાસામાં તફાવત છે - એક સ્તરે, ખાસ મસાલા સાથે પલાળેલી, પીસી અને સાતળીને આ અડદની દાળનું ભવ્ય પૂરણ છે; અને પછી ત્યાં કલોંજીના બીજની સુગંધ સાથે કણક છે. કોઈ શંકા વિના, આ મસાલેદાર અડદની દાળની પુરી તમને એક સ્વાદિષ્ટ રસોઈ તરીકે અલગ કરશે!
કણિક બનાવવા માટે- એક બાઉલમાં બધી સામગ્રી ભેગી કરો, સારી રીતે મિક્સ કરો અને પૂરતા પાણીનો ઉપયોગ કરીને કડક કણિક તૈયાર કરી લો.
- ૧૫ થી ૨૦ મિનિટ માટે બાજુ પર રાખો.
મસાલા પાવડર બનાવવા માટે- પોહળા નૉન-સ્ટીક પૅનમાં તમામ ઘટકોને ભેગા કરો અને ૨ થી ૩ મિનિટ સુધી અથવા જ્યાં સુધી સુગંધ ન આવે ત્યાં સુધી ધીમા તાપ પર સુકુ શેકી લો.
- સહેજ ઠંડુ કરો અને મિક્સરમાં ફેરવી ઝીણો પાવડર બનાવો. એક બાજુ પર રાખો.
પૂરણ બનાવવા માટે- અડદની દાળને સાફ કરી ધોઈને પાણીમાં ૪ કલાક માટે પલાળી રાખો.
- ખૂબ જ ઓછા પાણીનો ઉપયોગ કરીને મિક્સરમાં દરદરી પેસ્ટ બનાવી લો.
- એક નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરો, તેમાં અડદની દાળની પેસ્ટ અને મીઠું ઉમેરો અને મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સતત હલાવતા રહી સાંતળી લો.
- મસાલા પાવડર ઉમેરો, સારી રીતે મિક્સ કરી દો અને મધ્યમ તાપ પર વચ્ચે વચ્ચે હલાવતા ૨ થી ૩ મિનિટ સુધી રાંધી લો.
- કોથમીર ઉમેરો, સારી રીતે મિક્સ કરો અને મધ્યમ તાપ પર ૧ મિનિટ માટે રાંધી લો. ઠંડુ થવા માટે બાજુ પર રાખો.
આગળની રીત- પૂરણને ૧૦ સમાન ભાગોમાં વહેંચો.
- કણિકનાં એક ભાગને ૭૫ મી. મી. (૩”)ના ગોળાકારમાં થોડા તેલની મદદથી વણી લો.
- પૂરણનો એક ભાગ મધ્યમાં મૂકો અને પછી તેની બાજુઓને વાળીને મધ્યમાં ભેગી કરી સજ્જડ રીતે બંધ કરી લો. થોડા તેલની મદદથી ફરી નાની પુરી વણી લો.
- ૯ વધુ સ્ટફ્ડ પુરીઓ બનાવવા માટે બાકીના ભાગો અને પૂરણ સાથે પુનરાવર્તન કરો.
- એક કઢાઈમાં તેલ ગરમ કરો અને પુરીઓને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તળી લો. ટીશ્યુ પેપર પર કાઢી લો.
- ખાટા મીઠા અથાણાં સાથે ગરમાગરમ પીરસો.
Other Related Recipes
અડદની દાળની પુરી રેસીપી has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe