દહીં કચોરી રેસીપી | ખસ્તા કચોરી ચાટ | મૂંગ દાળ રાજ કચોરી ચાટ | રાજ કચોરી રેસીપી | રાજ કચોરી ચાટ | Dahi Kachori ( Mumbai Roadside Recipes )
તરલા દલાલ દ્વારા
Added to 407 cookbooks
This recipe has been viewed 4818 times
દહીં કચોરી રેસીપી | ખસ્તા કચોરી ચાટ | મૂંગ દાળ રાજ કચોરી ચાટ | રાજ કચોરી રેસીપી | રાજ કચોરી ચાટ | dahi kachori in gujarati | with amazing 50 images.
દહીં કચોરી ખૂબ પ્રખ્યાત અને પ્રિય ચાટ છે. એટલી લોકપ્રિય છે કે દહીં કચોરી કચોરી ચાટ મુંબઈ સ્ટ્રીટ ફૂડ તરીકે સરળતાથી મળી રહે છે.
રાજ કચોરી એ તમામ કચોરીઓનો રાજા છે અને ભારતના દરેક જગ્યાએ પ્રખ્યાત વેચાય છે.
કણિક બનાવવા માટે- બધા સામગ્રીને એક ઊંડા બાઉલમાં ભેગું કરો, સારી રીતે મિક્સ કરી દો અને પૂરતા પાણીનો ઉપયોગ કરીને અર્ધ-નરમ કણિક તૈયાર કરી દો.
- ભીના મલમલના કપડાથી કણિકને ઢાંકી દો અને ૧૫ થી ૨૦ મિનિટ માટે એક બાજુ પર રાખો.
પૂરણ બનાવવા માટે- મૂંગની દાળને પાણીનો ઉપયોગ કર્યા વિના મિક્સરમાં ફેરવી દરદરુ મિશ્રણ તૈયાર કરી લો. એક બાજુ પર રાખો.
- એક ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરો અને તેમાં જીરું નાખો.
- જ્યારે જીરું તતડવા માંડે ત્યારે તેમાં હીંગ અને પીળી મગની દાળનું મિશ્રણ ઉમેરો, સારી રીતે મિક્સ દો અને થોડી સેકંડ માટે મધ્યમ તાપ પર રાંધી લો.
- તેમાં આદુ-લીલા મરચાની પેસ્ટ, આમચુર પાઉડર, મરચું પાવડર, ગરમ મસાલા, મીઠું અને ચણાનો લોટ નાંખો અને મધ્યમ તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૪ થી ૫ મિનિટ સુધી અથવા મૂંગ દાળ હળવા બ્રાઉન થાય ત્યાં સુધી રાંધી લો.
- ઠડું કરો અને ૧૨ સરખા ભાગ પાડો અને બાજુ રાખો.
દાહી કચોરી બનાવવા માટે આગળ વધો- કણિકને ૧૨ સરખા ભાગ પાડો.
- દરેક કણિકના ભાગને ૭૫ મી. મી. (૩”)ના ગોળ આકારમાં વણી લો.
- હવે મગની દાળના પૂરણનો એક ભાગ મધ્યમાં મૂકો.
- તે પછી તેને દરેક બાજુએથી વાળીને મધ્યમાંથી બંધ કરી ઉપરના વધારાના લોટને કાઢીને થોડુંક દબાવી લો.
- પૂરણથી ભરાયેલા ભાગને ૬૩ મી. મી. (૨ ૧/૨”) ના ગોળ આકારમાં વણી લો. સુનિશ્ચિત કરો કે પૂરણ બહાર નહીં આવે.
- તમારા અંગૂઠાથી કચોરીના કેન્દ્ર ધીમેથી દબાવો.
- આમ રીત ક્રમાંક ૨ થી ૬ પ્રમાણે વધુ ૧૧ કચોરીઓ તૈયાર કરો.
- એક ઊંડી નોન-સ્ટીક કઢાંંઈમાં મધ્યમ તાપ પર તેલને ગરમ કરો અને પછી એક સમયે ધીમી આંચ પર ૩ કચોરીઓ બધી બાજુઓથી ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તળી લો.
- તેને ટીશ્યુ પેપર પર કાઢી લો.
- આમ રીત ક્રમાંક ૮ અને ૯ પ્રમાણે વધુ ૯ કચોરીઓને તળી લો.
દહીં કચોરીને પીરસીને આપવા માટે- સર્વિંગ પ્લેટમાં ૨ કચોરીઓ મૂકો અને દરેક કચોરીની મધ્યમાં ખાડો બનાવો.
- દરેક કચોરીના ખાડામાં ૧ ટેબલસ્પૂન મૂંગ સ્પ્રાઉટ્સ મૂકો.
- તેમાં ૧/૨ કપ ફેંટી લીઘેલું દહીં, ૧ ટેબલસ્પૂન ખજુર ની ચટણી, ૧ ૧/૨ ટીસ્પૂન તીખી ફુદીના ચટણી એક સરખી રીતે તેના ઉપર નાંખો.
- તેના ઉપર ૧ ટી સ્પૂન સેવ, થોડો જીરું પાવડર નાંખો અને છેવટે તેના પર ૧ ટીસ્પૂન કોથમીરથી સજાવો.
- આમ રીત ક્રમાંક ૧ થી ૪ પ્રમાણે વધુ ૫ પ્લેટ દહીં કચોરી બનાવી લો.
- દહીં કચોરીને તરત જ પીરસો.
Other Related Recipes
Accompaniments
દહીં કચોરી રેસીપી | ખસ્તા કચોરી ચાટ | મૂંગ દાળ રાજ કચોરી ચાટ | રાજ કચોરી રેસીપી | રાજ કચોરી ચાટ has not been reviewed
9 FAVOURABLE REVIEWS
The most Helpful Favourable review
Reviewed By
Pempemp,
October 14, 2010
Just love the flavour of fennel seeds in the kachories,tastier then the dhai kachori available on the streets.
I make small kachoris as it is easier to eat.A good snack to serve during diwali as you can prepare the kachoris in advance.....just top rest of the ingredients when the guest arrive.
3 of 3 members found this review helpful
See more favourable reviews...
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe