કાકડી પચડી રેસીપી | કેરળ સ્ટાઈલ કાકડીનું રાયતું | નાળિયેર વિના કાકડી પચડી | Cucumber Pachadi, Kerala Style Vellarika Pachadi
તરલા દલાલ દ્વારા
Added to 92 cookbooks
This recipe has been viewed 8223 times
કાકડી પચડી રેસીપી | કેરળ સ્ટાઈલ કાકડીનું રાયતું | નાળિયેર વિના કાકડી પચડી | cucumber pachadi in Gujarati | with 25 amazing images.
કેટલેક અંશે મસાલેદાર ગણી શકાય એવો આ કાકડી પચડી અહીં દક્ષિણ ભારતીય રીતે એટલે કે સાંતળેલા કાંદા, લીલા મરચાં અને મધુર સુંગધી વઘાર વડે તૈયાર કરવામાં આવ્યો છે.
આ કેરળ સ્ટાઈલ કાકડીનું રાયતું દરરોજનો રાઇતો નથી, પણ તેની લહેજતદાર ખુશ્બુ અને બનાવટ તેને ખાસ બનાવે છે. આ દક્ષિણ ભારતીય રાઇતામાં રાંધેલા કાંદા અને અર્ધ-રાંધેલા કાંદા (વઘાર સાથેના) બે અલગ પ્રકારની વિવિધતા અને ખુશ્બુ ઘરાવે છે.
અહીં ખાસ યાદ રાખવાનું છે કે તેમાં દહીંનો ઉમેરો સાંતળેલા શાકમાં ત્યારે જ કરવો જ્યારે શાક સંપૂર્ણ ઠંડું થઇ જાય, નહીં તો દહીંમાંથી પાણી છુટશે અને રાઇતાને મળતો મલાઇદાર રૂપ બગડી જશે.
Method- એક ઊંડી નૉન-સ્ટીક કઢાઇમાં ૨ ટીસ્પૂન નાળિયેરનું તેલ ગરમ કરી તેમાં આદૂ અને કાંદા મેળવી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સાંતળી લો.
- પછી તેમાં કાકડી, લીલા મરચાં અને ૧ ટેબલસ્પૂન પાણી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૪ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- આ મિશ્રણને એક બાઉલમાં કાઢી, ઠંડું થવા બાજુ પર રાખો.
- જ્યારે તે સંપૂર્ણ ઠંડું થઇ જાય, ત્યારે તેમાં દહીં અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
- હવે બાકી રહેલું ૧ ટીસ્પૂન નાળિયેરનું તેલ એક નાના નૉન-સ્ટીકમાં પૅનમાં ગરમ કરી તેમાં રાઇ નાંખો.
- જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં કડી પત્તા, લાલ મરચાં અને કાંદા મેળવી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સાંતળી લો.
- આમ તૈયાર થયેલા વઘારને કાકડી-દહીંના મિશ્રણ પર રેડી સારી રીતે મિક્સ કરી લો.
- આ પચડી ને ઠંડી થવા રેફ્રીજરેટરમાં ઓછામાં ઓછો ૧ કલાક માટે મૂકો.
- ઠંડી પીરસો.
Other Related Recipes
કાકડી પચડી રેસીપી has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe