મકાઇ, ટમેટા અને પાલકનું સૂપ | Corn Tomato and Spinach Soup


દ્વારા

કુમળું કોર્ન, તાજી પાલક અને સારા પાકેલા ટમેટાનું સંયોજન એટલે આ રંગીન અને ખુશ્બુદાર સૂપ. કાંદા તેના સ્વાદમાં પૂરક સાબીત થાય છે જેથી તેમાં મેળવેલી બીજી સામગ્રીનો સ્વાદ ઉભરી આવે છે, જ્યારે લીંબુનો રસ અને મરી તેને વધુ સ્વાદિષ્ટ બનાવે છે.

Add your private note

મકાઇ, ટમેટા અને પાલકનું સૂપ - Corn Tomato and Spinach Soup recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય:     ૪ માત્રા માટે
મને બતાવો માત્રા માટે

સામગ્રી
૧ કપ છીણેલી મીઠી મકાઇ
૧/૨ કપ ઝીણા સમારેલા ટમેટા
૧/૪ કપ પાતળી લાંબી સમારેલી પાલક
૧ ટેબલસ્પૂન પીળી મગની દાળ
૧ ટેબલસ્પૂન માખણ
૨ ટેબલસ્પૂન ઝીણા સમારેલા કાંદા
મીઠું, સ્વાદાનુસાર
૧ ટેબલસ્પૂન કોર્નફલોર, ૨ ટેબલસ્પૂન પાણીમાં ઓગાળેલું
૧/૨ ટીસ્પૂન લીંબુનો રસ
તાજું પીસેલું કાળા મરીનું પાવડર , સ્વાદાનુસાર
વિધિ
    Method
  1. એક પ્રેશર કુકરમાં મકાઇના દાણા, પીળી મગની દાળ અને ૨ ૧/૨ કપ પાણી મેળવી કુકરની ૨ સીટી સુધી રાંધી લો.
  2. કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળને નીકળી જવા દો. તે પછી તેને બાજુ પર રાખો.
  3. એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી, તેમાં કાંદા મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
  4. તે પછી તેમાં તૈયાર કરેલું કોર્ન-મગની દાળનું મિશ્રણ, ૧/૨ કપ પાણી, ટમેટા, પાલક અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  5. પછી તેમાં કોર્નફલોરનું મિશ્રણ મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  6. છેલ્લે તેમાં લીંબુનો રસ અને મરીનું પાવડર મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  7. ગરમ ગરમ પીરસો.
Accompaniments

RECIPE SOURCE : Desi Khana - GujaratiBuy this cookbook

REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Password?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Are you sure you want to delete this review ?

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Reviews