મકાઇના રોલ | Corn Rolls
તરલા દલાલ દ્વારા
Added to 306 cookbooks
This recipe has been viewed 35039 times
આ મકાઇના રોલ બીજા બધા સ્ટાર્ટસ્ થી અનોખા છે કારણકે તેમાં મકાઇ, કાંદા, લીલા મરચાં અને સાથે સોયા સૉસનું ઓરિએન્ટલ રીતે બનાવવામાં આવેલું પૂરણ બ્રેડમાં ભરવામાં આવ્યું છે અને રોલને બાંધી રાખવા માટે મેંદાના લોટનું મિશ્રણ વાપરવામાં આવ્યું છે. તળ્યા પછી આ રોલને સારી રીતે નીતારી તમારા મનગમતા સૉસ સાથે પીરસો.
પૂરણ માટે- એક ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં લીલા મરચાં અને કાંદા મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં મકાઇના દાણા, સોયા સૉસ, મીઠું અને મરી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી અથવા મિશ્રણ સૂકું બને ત્યાં સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી સાંતળી લો.
- આમ તૈયાર થયેલા મિશ્રણને ઠંડું થવા બાજુ પર રાખો.
આગળની રીત- એક બાઉલમાં મેંદા સાથે લગભગ ૫ ટેબલસ્પૂન જેટલું પાણી મેળવી, તેને સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
- બધા બ્રેડની સ્લાઇસની દરેક બાજુઓ કાપી લો.
- હવે દરેક બ્રેડની સ્લાઇસને વેલણની મદદથી હલકા હાથે દબાવીને વણી લો.
- આમ તૈયાર કરેલી એક બ્રેડની સ્લાઇસને એક સાફ સ્વચ્છ સૂકી જગ્યા પર મૂકી, તેની એક તરફ એક ટેબલસ્પૂન તૈયાર કરેલું પૂરણ મૂકી બ્રેડને ટાઈટ રોલ કરી લો.
- આમ તૈયાર થયેલા રોલની અંતની બાજુએ મેંદાના લોટનું મિશ્રણ લગાડી બ્રેડની બાજુને સંપૂર્ણ રીતે બંધ કરી લો.
- રીત ક્રમાંક ૪ અને ૫ મુજબ બીજા ૧૧ રોલ તૈયાર કરો.
- હવે એક નૉન-સ્ટીક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં થોડા-થોડા રોલ મેળવી મધ્યમ તાપ પર રોલ દરેક બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લીધા પછી તેને બહાર કાઢી ટીશ્યુ પેપર પર મૂકી સૂકા થવા દો.
- દરેક રોલના ત્રાંસી રીતે બે ટુકડા કરી તરત જ શેઝવાન સૉસ અથવા ટમૅટો કેચપ સાથે પીરસો.
Other Related Recipes
Accompaniments
7 reviews received for મકાઇના રોલ
No critical reviews posted for this recipe
Helpful reviews for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe