કેબેજ એન્ડ દાલ પરાઠા રેસીપી | ભારતીય દાળના સ્ટફ્ડ પરોઠા | સ્ટફ્ડ પરોઠા | Cabbage and Dal Paratha
તરલા દલાલ દ્વારા
Added to 65 cookbooks
This recipe has been viewed 7564 times
કેબેજ એન્ડ દાલ પરાઠા રેસીપી | ભારતીય દાળના સ્ટફ્ડ પરોઠા | સ્ટફ્ડ પરોઠા | cabbage and dal paratha in gujarati | with 38 amazing images.
કેબેજ એન્ડ દાલ પરાઠા, અનાજ, કઠોળ અને શાકભાજીનું એક શાનદાર મિશ્રણ છે. આ સમતોલ વાનગીને તમે, અડધા ઘઉંના લોટને બદલે, સોયા અથવા નાચણીનો લોટ વાપરી, વધુ આરોગ્યવર્ધક બનાવી શકો છો. સમતોલ દાળની કૂણાશ, કોબીનું કરકરૂપણું અને વરિયાળી અને ફૂદીનાની ખુશ્બુ ને કારણે તમને આ પરોઠા જરૂરથી ભાવશે.
કેબેજ એન્ડ દાલ પરાઠા માટે ટિપ્સ. ૧. મગની દાળ રાંધતી વખતે, ખાતરી કરો કે દરેક દાણો અલગ હોય. ભરણ માટે આ આવશ્યક છે. ૨. રોટલીને પૂર્વાર્ધમાં હળવી શેકી લેવાથી પૂરણ ભર્યા પછી પણ તે એકસમાન શેકાય છે. ૩. ફુદીનાના પાનને સમારેલી કોથમીરથી બદલી શકાય છે.
કણિક માટે- એક બાઉલમાં ઘઉંનો લોટ, મીઠું અને તેલ મેળવી, સારી રીતે મિક્સ કરી, જરૂર પુરતું પાણી નાંખી, મસળીને નરમ કણિક બનાવો.
- ઢાંકણ વડે ઢાંકી ૧૦ મિનિટ સુધી બાજુ પર રાખો.
પૂરણ માટે- એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી, વરિયાળી અને કાંદા ઉમેરી, મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
- હવે તેમાં લીલા મરચાં અને કોબી ઉમેરી મધ્યમ તાપ પર વધુ ૧ મિનિટ સુધી સાંતળી લો.
- હવે તેમાં મગની દાળ, ફૂદીનો, હળદર, આમચૂર અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી, મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે થોડા-થોડા સમયે હલાવતા રહી રાંધી લો.
- આ પૂરણના ૫ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
આગળની રીત- કણિક ગુંદી લો અને કણિકને ૫ સરખા ભાગમાં વહેંચો.
- કણિકના દરેક ભાગને ઘઉંના લોટની મદદથી ૧૫૦ મી. મી. (૬”) વ્યાસના ગોળાકારમાં વણી લો.
- એક નોન-સ્ટીક તવાને ગરમ કરો અને રોટીને દરેક બાજુ ૧૦ થી ૧૫ સેકન્ડ સુધી હલકા બ્રાઉન ડાઘ દેખાય ત્યાં સુધી પકાવો.
- હળવા હાથે રાંધેલી રોટલીને સપાટ, સૂકી સપાટી પર મૂકો, તૈયાર કરેલા પૂરણનો એક ભાગ રોટીના અડધા ભાગ પર ફેલાવો અને તેને ફોલ્ડ કરીને અર્ધવર્તુળ બનાવો.
- એક નોન-સ્ટીક તવાને ગરમ કરો અને તેના પર થોડું તેલ ચોપડી લો.
- તેના પર પરાઠા મૂકો અને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી થોડા તેલની મદદથી શેકી લો.
- ઉપર પ્રમાણે, બાકીના કણિક અને પૂરણ વડે, બાકીનો ૪ પરોઠા બનાવી લો.
- તરત જ પીરસો.
Other Related Recipes
Accompaniments
કેબેજ એન્ડ દાલ પરાઠા રેસીપી has not been reviewed
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe