સ્પ્રાઉટસ્ ઢોકળા ની રેસીપી | હેલ્ધી સ્પ્રાઉટ્સ ઢોકળા | ફણગાવેલા મગના ઢોકળા | Sprouts Dhokla
તરલા દલાલ દ્વારા
Added to 275 cookbooks
This recipe has been viewed 14390 times
સ્પ્રાઉટસ્ ઢોકળા ની રેસીપી | હેલ્ધી સ્પ્રાઉટ્સ ઢોકળા | ફણગાવેલા મગના ઢોકળા | sprouts dhokla in gujarati | with 18 amazing images.
ઢોકળા એક ગુજરાતી વાનગી છે જે ઓછી કેલરી ધરાવે છે અને આજકાલ સર્વસામાન્ય રીતે વિશ્વમાં પણ તે પ્રખ્યાત છે.
આ સ્પ્રાઉટસ્ ઢોકળા ખૂબજ આરોગ્યદાયક છે અને પૌષ્ટિક નાસ્તામાં માટે અતિ ઉત્તમ ગણાય છે. તેમાં મેળવેલા ફણગાવેલા મગ અને પાલક તેને રંગીન બનાવી વધુ પૌષ્ટિક્તા આપે છે.
Add your private note
સ્પ્રાઉટસ્ ઢોકળા ની રેસીપી - Sprouts Dhokla recipe in Gujarati
તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય:    
૧૨ ટુકડા માટે
Method- સ્પ્રાઉટસ્ ઢોકળા ની રેસીપી બનાવવા માટે મિક્સરના જારમાં ફણગાવેલા મગ, પાલક અને લીલા મરચાં મેળવી તેમાં થોડું પાણી ઉમેરી સુંવાળી પેસ્ટ તૈયાર કરો.
- આ પેસ્ટને એક બાઉલમાં રેડીને તેમાં મીઠું, ચણાનો લોટ અને સાથે ૧/૪ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી, રેડી શકાય તેવું ખીરૂં તૈયાર કરો.
- હવે તેને બાફવા માટે મૂક્તા પહેલા, તેમાં ખાવાની સોડા અને ૨ ટીસ્પૂન પાણી ઉમેરી લો.
- જ્યારે ખીરામાં પરપોટા બનતા થાય ત્યારે તેને હળવા હાથે મિક્સ કરી લો.
- તે પછી ખીરાને ૧૭૫ મી. મી. (૭”)ની તેલ ચોપડેલી થાળીમાં રેડી, થાળીને ગોળ ફેરવી ખીરૂં સરખી રીતે પથરાઇ જાય તે રીતે ફેરવી લો.
- આમ તૈયાર થયેલી થાળીને બાફવાના સાધનમાં મૂકી, ૧૦ થી ૧૨ મિનિટ સુધી અથવા ઢોકળા રંધાઇ જાય ત્યાં સુધી બાફી લો.
- હવે એક નાના પૅનમાં તેલ ગરમ કરી તેમાં તલ, હીંગ, કડીપત્તા અને લીલા મરચાં મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
- આ વઘારને ઢોકળાની થાળી ઉપર રેડીને ઢોકળાને થોડા ઠંડા થવા દો. તે પછી ચપ્પુ વડે તેના ચોરસ ટુકડામાં કાપી લો.
- તરત જ લીલી ચટણી સાથે પીરસો.
હાથવગી સલાહ: - ઢોકળાને લગભગ ૩૦ સેકંડ સુધી ઠંડા પાડવા માટે મૂકવા જેથી તેના સહેલાઇથી ટુકડા કરી શકાય.
Other Related Recipes
Accompaniments
સ્પ્રાઉટસ્ ઢોકળા ની રેસીપી has not been reviewed
1 FAVOURABLE REVIEW
The most Helpful Favourable review
Reviewed By
n_katira,
March 28, 2014
An unusual snack with sprouts and spinach combo... This is sure to suit people of all ages.
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe