તીખી મકાઇની ભાજી | Spicy Corn Subzi
તરલા દલાલ દ્વારા
5/5 stars 100% LIKED IT
1 REVIEW
ALL GOOD
Added to 129 cookbooks
This recipe has been viewed 4346 times
આ એક મજેદાર તાજી પીળી મકાઇની વાનગી છે. જેમાં પીળી મકાઇના ડૂંડાના ટુકડા કરીને તેને કાંદા અને ટમેટાની સ્વાદિષ્ટ ગ્રેવીમાં રાંધવામાં આવ્યા છે. આ વાનગીમાં ઉમેરવામાં આવેલી શેકીને હલકો ભૂક્કો કરેલી મગફળી સૌથી વધુ મહત્વ ધરાવે છે. તેનો સ્વાદ ખૂબજ અનોખો છે, જેનો અહેસાસ તમને આ તીખી મકાઇની ભાજીનો પ્રથમ કોળીયો ખાતા જ થઇ જશે.
Method- એક પ્રેશર કુકરમાં જરૂરી પાણી સાથે મકાઇના ડૂંડા અને મીઠું મેળવી કુકરની એક સીટી સુધી બાફી લો.
- કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળ નીકળી જવા દો. તે પછી મકાઇને કાઢીને બાજુ પર રાખો.
- એક કઢાઇમાં તેલ ગરમ કરી, તેમાં કાંદા ઉમેરીને મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં લીલા મરચાં અને આદુ નાંખી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં ટમેટા, મરચાં પાવડર, હળદર અને ૨ ટેબલસ્પૂન પાણી મેળવી સારી રીતે મિક્સ કરીને, મધ્યમ તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૪ થી ૫ મિનિટ સુધી રાંધી લો.
- તે પછી તેમાં અર્ધ-કચરી મગફળી, મીઠું અને ૩/૪ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- છેલ્લે તેમાં બાફેલા મકાઇના ડૂંડા અને કોથમીર મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- ગરમ ગરમ પીરસો.
Other Related Recipes
Accompaniments
1 review received for તીખી મકાઇની ભાજી
No critical reviews posted for this recipe
Helpful reviews for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe