You are here: હોમમા> વિવિધ વ્યંજન > રાંધયા વગરની ભારતીય શાકભાજીની રેસિપિ > ગુજરાતી વાનગીઓ | ગુજરાતી ફૂડ રેસીપી | Gujarati recipes in Gujarati | > ગુજરાતી ફરસાણ રેસીપી > પાત્રા રેસીપી | ગુજરાતી પાત્રા | મહારાષ્ટ્રીયન આલુ વડી |
પાત્રા રેસીપી | ગુજરાતી પાત્રા | મહારાષ્ટ્રીયન આલુ વડી |
Tarla Dalal
08 August, 2023
Table of Content
પાત્રા રેસીપી | ગુજરાતી પાત્રા | મહારાષ્ટ્રીયન આલુ વડી | patra in gujarati | with 28 amazing images.
પાત્રા રેસીપીને ગુજરાતી પાત્રા અથવા મહારાષ્ટ્રીયન આલુ વડી પણ કહેવામાં આવે છે. જો તમારો કોઈ ગુજરાતી મિત્ર અથવા ગુજરાતી સહકર્મી હોય, તો તમે ચોક્કસપણે પાત્રા વિશે સાંભળ્યું હશે અથવા આ અત્યંત સ્વાદિષ્ટ વાનગી પ્રત્યેનો તેમનો પ્રેમ જાણતા હશો! અમે તમારા માટે લાવેલા પાત્રા રેસીપીને અનુસરીને તમે તેને ઘરે પણ સરળતાથી બનાવી શકો છો!!
અળવીના પાન ખૂબ જ પૌષ્ટિક તેમજ સ્વાદિષ્ટ હોય છે, ખાસ કરીને જો તેમાંથી પાત્રા બનાવવામાં આવે તો – બેસનની મસાલેદાર, ગળી અને ખાટી સ્વાદવાળી મુલાયમ પેસ્ટ પાંદડા પર લગાવી, તેને રોલ કરીને બાફવામાં આવે છે. આ માટે કૌશલ્ય અને પ્રેક્ટિસની જરૂર છે; જો કે, એકવાર તમે શરૂ કરો પછી તે સરળ છે.
પાત્રા ભોજન સાથે એક અદ્ભુત સાઇડ ડિશ બનાવે છે. મારા માતા આને સાંજના નાસ્તા માટે અથવા ભોજન સાથે સહાયક વાનગી તરીકે બનાવતા. કેટલીકવાર, જ્યારે અળવીના પાન ઉપલબ્ધ ન હોય, ત્યારે તે પાત્રા બનાવવા માટે મોટા અને લાંબા પાલકના પાંદડાનો ઉપયોગ કરતા.
તમે નાના રોલ બનાવવા માટે નાના પાંદડાનો ઉપયોગ કરીને મીની પાત્રા પણ બનાવી શકો છો. કેટલાક લોકોને વઘાર વગર, સ્ટીમરમાંથી ગરમાગરમ સાદા પાત્રા ગમે છે, જ્યારે કેટલાક વઘાર સાથે તેને પસંદ કરે છે.
રાંધેલા ગુજરાતી પાત્રાનો વિકલ્પ સ્વાદિષ્ટ હોવા છતાં, પાત્રા ખાવાની શ્રેષ્ઠ રીત તળેલા પાત્રા છે! રાંધેલા પાત્રાને ક્રિસ્પી થાય ત્યાં સુધી ડીપ ફ્રાય કરો અને તેને ચા અથવા ગળી-ખાટી ચટણી સાથે ખાઓ.
પાત્રા રેસીપી | ગુજરાતી પાત્રા | મહારાષ્ટ્રીયન આલુ વડી નો આનંદ લો.
Tags
Soaking Time
0
Preparation Time
15 Mins
Cooking Time
27 Mins
Baking Time
0 Mins
Baking Temperature
0
Sprouting Time
0
Total Time
42 Mins
Makes
4 માત્રા માટે
સામગ્રી
પાત્રા માટે
12 અળુના પાન
2 ટેબલસ્પૂન તેલ ( oil )
1 ટીસ્પૂન રાઇ (mustard seeds ( rai / sarson)
2 ટીસ્પૂન તલ (sesame seeds, til)
એક ચપટી હીંગ (asafoetida, hing)
ચણાના લોટના મિશ્રણ માટે
2 1/2 કપ ચણાનો લોટ ( besan )
1 ટીસ્પૂન આદુ-લીલા મરચાંની પેસ્ટ (ginger-green chilli paste)
1/2 ટીસ્પૂન હળદર (turmeric powder, haldi)
1 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર (red chilli powder)
1/2 ટીસ્પૂન હીંગ (asafoetida, hing)
3/4 કપ ખમણેલો ગોળ (grated jaggery (gur)
3 ટીસ્પૂન આમલીનું પાણી
મીઠું (salt) સ્વાદાનુસાર
સજાવવા માટે
2 ટેબલસ્પૂન ખમણેલું નાળિયેર (grated coconut)
2 ટેબલસ્પૂન સમારેલી કોથમીર (chopped coriander)
વિધિ
ચણાના લોટના મિશ્રણ માટે
- એક બાઉલમાં બધી સામગ્રી ભેગી કરો, લગભગ ૧ કપ પાણી ઉમેરો અને ગોળ પીગળે અને સુવાળું બને ત્યાં સુધી હ્વિસ્ક વાપરીને ખૂબ સારી રીતે મિક્સ કરો. બાજુ પર રાખો.
પાત્રા બનાવવા માટે
- પાત્રા બનાવવા માટે, અળુના પાનને નસની બાજુની ઉપરની તરફ રાખી સાફ સૂકી સપાટી પર મૂકો અને તીક્ષ્ણ છરીનો ઉપયોગ કરીને નસ દૂર કરો.
- ભીના મલમલ કાપડનો ઉપયોગ કરીને અળુના પાનને બંને બાજુથી સાફ કરો.
- રીત ક્રમાંક ૧ અને ૨ મુજબ વધુ ૧૧ અળુના પાન સાફ કરી લો.
- સ્વચ્છ સપાટ સપાટી પર અળુનું પાન મૂકો, હળવા લીલા રંગની બાજુ ઉપરની તરફ અને ટોચ તમારી તરફ રાખો.
- તમારી આંગળીઓનો ઉપયોગ કરીને અળુના પાન પર થોડું ચણાના લોટનું મિશ્રણ સમાનરૂપે ફેલાવો.
- તેની ઉપર હજી એક અળુનું પાન મૂકો અને હળવા લીલા રંગની બાજુ ફરીથી ઉપરની તરફ કરો અને વિરુદ્ધ દિશામાં ટોચ મૂકો. ફરીથી અળુના પાન પર થોડું ચણાના લોટનું મિશ્રણ સમાનરૂપે ફેલાવો.
- રીત ક્રમાંક ૪ થી ૬ મુજબ વધુ ૨ અળુના પાન મુકી ચણાના લોટનું મિશ્રણ સમાનરૂપે ફેલાવો.
- સીધી બંને બાજુથી 2” પાનને ફોલ્ડ કરો.
- દરેક ફોલ્ડમાં થોડું ચણાના લોટનું મિશ્રણ લગાવતા લગાવતા તેને એક છેડાથી બીજા છેડા સુધી ચુસ્તપણે રોલ કરો. છેલ્લે થોડું ચણાના લોટનું મિશ્રણ વાપરીને બીજા છેડાને સુરક્ષિત કરો અને બાજુ પર રાખો.
- રીત ક્રમાંક ૪ થી ૯ મુજબ વધુ ૨ રોલ્સ બનાવી લો.
- બધા ૩ રોલ્સને સ્ટીમરમાં મૂકો અને ૨૦ થી ૨૫ મિનિટ સુધી અથવા જ્યાં સુધી તે દૃઢ ન થાય ત્યાં સુધી રાંધી લો. લગભગ ૧૦ મિનીટ માટે ઠંડુ થવા બાજુ પર રાખો.
- ઠંડુ થાય ત્યારે, દરેક રોલને ૧૨ મી. મી. (૧/૨”)ની જાડી સ્લાઇસમાં કાપો અને બાજુ પર રાખો.
- એક ઊંડા નોન-સ્ટીક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં રાઇ નાખો.
- જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં તલ અને હિંગ ઉમેરો અને મધ્યમ તાપ પર થોડી સેકંડ માટે સાંતળી લો.
- પાત્રાના ટુકડા ઉમેરો, હળવેથી હલાવો અને મધ્યમ તાપ પર ૧ મિનિટ માટે રાંધી લો.
- પાત્રાને નારિયેળ અને કોથમીરથી સજાવીને પીરસો.
હાથવગી સલાહ
- પાત્રા બનાવવા માટે હંમેશા કાળા દાંડા વાળા અળુના પાન વાપરો.
પ્લેટ દીઠ પોષક મૂલ્યો (સંક્ષિપ્ત)
| ઊર્જા | 604 કૅલ |
| પ્રોટીન | 24.5 ગ્રામ |
| કાર્બોહાઇડ્રેટ | 93.2 ગ્રામ |
| ફાઇબર | 20.8 ગ્રામ |
| ચરબી | 14.8 ગ્રામ |
| કોલેસ્ટ્રોલ | 0 મિલિગ્રામ |
| સોડિયમ | 75 મિલિગ્રામ |
પઅટરઅ, ગુજરાતી પઅટરઅ, અલઉ વઅડઈ માં કેટલી કેલરી છે? કેલરી માટે અહીં ક્લિક કરો