પૅન-ફ્રાઇડ ડમ્પલીંગસ્ | Pan Fried Momos
તરલા દલાલ દ્વારા
Added to 12 cookbooks
This recipe has been viewed 3851 times
એક સરસ ભારતીય-ચીનની વાનગી જેમાં તીખા સૉસ સાથે પૅન-ફ્રાઇડ કરેલા ડમ્પલીંગસ્ બાફવામાં આવે છે. દરેક ડમ્પલીંગ એક ઉત્તમ નંગ ગણાય કારણકે તેની ખુશ્બુ, તેમાં રહેલા મસાલા અને કરકરા પૂરણ દ્વારા મળતી લસણની સુવાસ જ એવી છે. આ ડમ્પલીંગને બાફી લીધા પછી તીખા તમતમતા સૉસમાં સાંતળવામાં આવે છે જેથી તેની બનાવટ અને સુવાસ સારી રીતે નીખરી આવે છે. અહીં તમે તેની તીખાશને તમારા સ્વાદ મુજબ વધઘટ કરી શકો છો. એ ઉપરાંત તે જ્યારે તૈયાર થઇ જાય અને લોંદો ન બને તે માટે તેને તરત જ પીરસો. આ વાનગી બનાવવામાં થોડો વધુ સમય લાગે છે, છતાં એક વખત બનાવીને તેનો આનંદ જરૂરથી માણો.
Method- એક ઊંડા બાઉલમાં મેંદો, ૧ ટીસ્પૂન તેલ અને મીઠું મેળવી તેમાં જરૂરી ગરમ પાણી ઉમેરતા જાવ અને ચમચા વડે મિક્સ કરતા રહો. જ્યારે તેમાં ગઠોડા થવા માંડે ત્યારે હાથ વડે દબાવીને સુંવાળી કણિક તૈયાર કરો.
- આ કણિકને મલમલના કપડા વડે ઢાંકી ૩૦ મિનિટ માટે બાજુ પર રાખો.
- હવે એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં ૨ ટીસ્પૂન તેલ ગરમ કરી તેમાં લસણની પેસ્ટ, આદૂની પેસ્ટ અને લીલા મરચાં મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં કાંદા મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી સાંતળી લો.
- તે પછી તેમાં ગાજર, કોબી અને મીઠું મેળવી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- તે પછી તેમાં પાલક, ૧ ટેબલસ્પૂન સોયા સૉસ અને વિનેગર મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- તે પછી તેમાં લીલા કાંદા મેળવી સારી રીતે મિક્સ કરી ૩૦ સેકંડ સુધી રાંધી લીધા પછી તાપ બંધ કરી બાજુ પર રાખો.
- હવે તૈયાર કરેલી કણિકના ૧૫ સરખા ભાગ પાડો.
- દરેક ભાગને ૭૫ મી. મી. (૩”) વ્યાસના ગોળાકારમાં સૂકા લોટની મદદથી વણીને તેની મધ્યમાં ૧. ૫ ટેબલસ્પૂન પૂરણ મૂકો.
- તેની બન્ને બાજુઓ વાળી તેની એક કીનારી ચપટી વડે વાળી લો. આમ તેની એક બાજુથી પ્લીટ વાળતા જાઓ અને બીજી બાજુ પર ચીટકાવતા જાઓ.
- રીત ક્રમાંક ૯ અને ૧૦ મુજબ વધુ ૧૪ ડમ્પલીંગ તૈયાર કરો.
- એક સાથે ૭ ડમ્પલીંગને સ્ટીમરમાં (steamer) મૂકી ૮ મિનિટ સુધી અથવા તે બરોબર રંધાઇ જાય ત્યાં સુધી રાંધી લો.
- રીત ક્રમાંક ૧૨ મુજબ બાકી રહેલા ડમ્પલીંગને પણ રાંધી લો.
- હવે એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં ૩ ટીસ્પૂન તેલ ગરમ કરી તેમાં સમારેલું લસણ, શેઝવાન સૉસ, ટમૅટો કેચપ, બાકી રહેલા લીલા કાંદા અને ૧ ટેબલસ્પૂન સોયા સૉસ મેળવી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- હવે આ પૅનમાં બાફેલા ડમ્પલીંગ નાંખી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી સાંતળી લો.
- લીલા કાંદા વડે સજાવીને તરત જ પીરસો.
Other Related Recipes
પૅન-ફ્રાઇડ ડમ્પલીંગસ્ has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe