મેનુ

You are here: હોમમા> વિવિધ વ્યંજન >  મેક્સીકન સ્ટાર્ટસ્ >  મેક્સીકન સ્ટાઇલ બેબી પોટેટો રેસીપી (મેક્સીકન પોટેટો)

મેક્સીકન સ્ટાઇલ બેબી પોટેટો રેસીપી (મેક્સીકન પોટેટો)

Viewed: 4575 times
User Tarla Dalal  •  Updated : Aug 08, 2025
   
Share icon
0.0/5 stars   100% LIKED IT | 0 REVIEWS OK
Mexican Style Baby Potatoes - Read in English

Table of Content

મેક્સિકન સ્ટાઇલ બેબી પટેટો નામ ભલે બેબી ધરાવે છે પણ તે બાળકોની વાનગી નથી. 

 

મનને આનંદીત કરી લહેજત આપે એવા રીફ્રાઇડ બીન્સ્, મજેદાર સાલસા, ખટાશવાળું ક્રીમ અને મસાલાથી ભરપૂર એવા આ નાના બટાટાની વાનગી અલગ જ પ્રકારની છે. મેક્સિકન રીતમાં બાફેલા બટાટા, રીફ્રાઇડ બીન્સ અને બીજી વસ્તુઓ પહેલેથી જ તૈયાર રાખીને આ મજેદાર વાનગી ત્યારે જ બનાવવી જ્યારે પીરસવાનો સમય થાય, જેથી તેમાં તેનો સ્વાદ અને તાજગી જળવાઇ રહે. જ્યારે બધી સામગ્રી તૈયાર હશે તો દસ મિનિટની અંદર તમે તેને તૈયાર કરી શકશો. રીફ્રાઇડ બીન્સ અને સાલસા તો તમે થોકબંધ બનાવીને રેફ્રિજરેટરમાં પણ રાખી શકો છો.

 

Soaking Time

0

Preparation Time

30 Mins

Cooking Time

8 Mins

Baking Time

0 Mins

Baking Temperature

0

Sprouting Time

0

Total Time

38 Mins

Makes

3 માત્રા માટે

સામગ્રી

વિધિ
  1. એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં માખણ ગરમ કરી, તેમાં બટાટા મેળવી સારી રીતે મિક્સ કરી ઉંચા તાપ પર ૪ થી ૫ મિનિટ સુધી અથવા બટાટા હલકા બ્રાઉન થાય ત્યાં સુધી વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  2. તે પછી તેમાં રીફ્રાઇડ બીન્સ્, સાલસા, ખાટું ક્રીમ, ઑરેગાનો, સૂકા લાલ મરચાંની ફ્લૅક્સ અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી ૨ થી ૩ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
  3. લીલા કાંદાના લીલા ભાગ વડે સજાવીને તરત જ પીરસો.

પ્લેટ દીઠ પોષક મૂલ્યો (સંક્ષિપ્ત)

 

ઊર્જા 179 કૅલ
પ્રોટીન 4.3 ગ્રામ
કાર્બોહાઇડ્રેટ 26.5 ગ્રામ
ફાઇબર 2.1 ગ્રામ
ચરબી 6.2 ગ્રામ
કોલેસ્ટ્રોલ 13 મિલિગ્રામ
સોડિયમ 52 મિલિગ્રામ

મએક્ષઈકઅન સ્ટાઇલ બઅબય પઓટઅટઓએસ માં કેટલી કેલરી છે? કેલરી માટે અહીં ક્લિક કરો

Your Rating*

User

Follow US

રેસીપી શ્રેણીઓ