મલાઇ પેંડા | Malai Peda
તરલા દલાલ દ્વારા
5/5 stars 100% LIKED IT
1 REVIEW
ALL GOOD
Added to 528 cookbooks
This recipe has been viewed 9275 times
અતિ પ્રખ્યાત એવી આ ભારતીય મીઠાઇ મલાઇ પેંડા એક શાહી મીઠાઇ છે. અહીં દૂધને ફાડીને શાહી બનાવટવાળો માવો તૈયાર કરવામાં આવ્યો છે અને પછી તેમાં સુગંધી એલચી અને કેસર મેળવવાથી એવી મધુર મીઠાઇ બને છે જેનો કોઇ પણ પ્રતિકાર ન કરી શકે. તેની તીવ્ર સુવાસ અને મજેદાર ખુશ્બુ વડીલોને પસંદ આવે એવી છે અને તેની માવાવાળી રચના નાના ભુલકાઓને પણ એટલી જ ગમે એવી છે. આમ કોઇ પણ રીતે મલાઇ પેંડા એક બ્લોકબસ્ટર મીઠાઇથી ઓછી ગણી શકાય એવી નથી.
Method- એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં દૂધને ઊંચા તાપ પર વચ્ચે એક બે વખત હલાવતા રહી એક ઉભરો આવે ત્યાં સુધી રાંધી લો. તેના માટે લગભગ ૪ થી ૫ મિનિટ લાગશે.
- તે પછી તાપ ધીમું કરી, મધ્યમ તાપ પર દૂધને વધુ ૧૫ મિનિટ સુધી અથવા દૂધ ઉકળીને પ્રમાણમાં અડધું થઇ જાય ત્યાં સુધી સતત હલાવતા રહી, પૅનની અદંરની બાજુ પર ચીટકેલા દૂધને ઉખેડી લેતા રાંધી લો.
- આ દરમ્યાન, એક નાના બાઉલમાં કેસર અને હુંફાળા દૂધને ભેગા કરી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
- હવે ઉકાળેલા દૂધમાં સાકર અને કેસર-દૂધનું મિશ્રણ મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૪ થી ૫ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી પૅનની અદંરની બાજુ પર ચીટકેલા દૂધને ઉખેળી લેતા રાંધી લો.
- આની સાથે-સાથે, એક નાના બાઉલમાં કોર્નફ્લોર અને દૂધ મેળવી, દૂધમાં કોર્નફ્લોર સંપૂર્ણ ઓગળી જાય ત્યાં સુધી મિક્સ કરી બાજુ પર રાખો.
- બીજા એક નાના બાઉલમાં લીંબુના ફૂલ અને ૧ ટેબલસ્પૂન પાણી મિક્સ કરી બાજુ પર રાખો.
- હવે, ઉકળતા દૂધમાં ધીમે-ધીમે કોર્નફ્લોર-દૂધનું મિશ્રણ તથા લીંબુના ફૂલનું મિશ્રણ ઉમેરતા રહી દૂધમાં સારી રીતે મિક્સ કરી, મધ્યમ તાપ પર વધુ ૪ થી ૫ મિનિટ અથવા મિશ્રણ માવા સરખું બની જાય ત્યાં સુધી સતત હલાવતા રહી પૅનની અંદરની બાજુ પર ચીટકેલા દૂધને ઉખેડતા રહી રાંધી લો.
- આમ તૈયાર થયેલા મિશ્રણને એક પ્લેટમાં કાઢીને એક બુઠા ચમચા વડે તેને સરખી રીતે પાથરી ઠંડું થવા ૩૦ મિનિટ સુધી બાજુ પર રાખો.
- તે પછી તેમાં એલચી પાવડર મેળવીને સારી રીતે મિક્સ કરી લો.
- હવે આ મિશ્રણના ૧૬ સરખા ભાગ પાડી દરેક ભાગને તમારી હથેળીમાં લઇ ચપટ ગોળ પેંડા તૈયાર કરી લો.
- આમ તૈયાર કરેલા દરેક પેંડા પર પિસ્તા અને બદામની કાતરી છાંટી સરખી રીતે દબાવી લો.
- તાજા પેંડાનો સ્વાદ માણો અથવા રેફ્રીજરેટરમાં મૂકી જરૂર પડે ત્યારે પીરસો.
હાથવગી સલાહ:- આ પેંડાને હવાબંધ બરણીમાં ભરીને રેફ્રીજરેટરમાં રાખવાથી લગભગ એક અઠવાડિયા સુધી તાજા રહેશે.
Other Related Recipes
1 review received for મલાઇ પેંડા
No critical reviews posted for this recipe
Helpful reviews for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe