એપલ પાય ની રેસીપી | Eggless Apple Pie, Indian Style Apple Pie


દ્વારા


Added to 91 cookbooks   This recipe has been viewed 5255 times

આખી દુનિયામાં સર્વસામાન્ય મનપસંદ એવું આ એપલ પાય છે, જે ઘણા લોકોને એટલું પસંદ પડી ગયું હોય છે કે તેઓ સવારના નાસ્તા સાથે, ફરી જમણ સાથે અને તે પછી પણ તેનો આનંદ માણતા અચકાતા નથી.

અહીં આ એપલ પાય બનાવવાની પારંપારિક રીત રજૂ કરી છે, જેમાં એપલની નરમાશ સાથે સહેજ તજનો સ્વાદ અને બદામનો કરકરો સ્વાદ તમને બાકી બધુ ભુલાવી દેશે. આ એપલ પાયને વેનીલા આઇસક્રીમ સાથે નવશેકું પીરસો અને અનેરો સ્વાદ માણો.

Add your private note

એપલ પાય ની રેસીપી - Eggless Apple Pie, Indian Style Apple Pie recipe in Gujarati

તૈયારીનો સમય:    બેકિંગનું તાપમાન:  ૧૮૦° સે (૩૬૦° ફે)   બેકિંગનો સમય:  ૪૦ થી ૪૫ મિનિટ   બનાવવાનો સમય:    કુલ સમય:     ૧ માત્રા માટે
મને બતાવો માત્રા માટે

સામગ્રી

કણિક માટે
૩ કપ મેંદો
૧/૨ ટીસ્પૂન બેકીંગ પાવડર
૧/૨ કપ પીસેલી સાકર
૧ કપ નરમ માખણ

સફરજનના પૂરણ માટે
૩ કપ છોલેલા સફરજનના ટુકડા
૧ ટેબલસ્પૂન લીંબુનો રસ
૧/૨ કપ સાકર
૧ ટીસ્પૂન તજનો પાવડર
૨ ટેબલસ્પૂન કીસમીસ
૨ ટેબલસ્પૂન સમારેલી બદામ

બીજી જરૂરી વસ્તુઓ એપલ પાયની રેસીપી બનાવવા માટે
દૂધ , ચોપડવા માટે

એપલ પાય સાથે પીરસવા માટે
વેનીલા આઇસક્રીમ
વિધિ
કણિક તૈયાર કરવા માટે

    કણિક તૈયાર કરવા માટે
  1. એક ઊંડા બાઉલમાં મેંદો, બેકીંગ પાવડર અને પીસેલી સાકર મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  2. તે પછી તેમાં નરમ માખણ મેળવી સારી રીતે મિક્સ કરી બહુ નરમ નહીં તેમ જ બહુ કઠણ નહીં એવી કણિક જરૂરી પાણી વડે તૈયાર કરી ઢાંકીને બાજુ પર રાખો.

સફરજનના પૂરણ તૈયાર કરવા માટે

    સફરજનના પૂરણ તૈયાર કરવા માટે
  1. એક ઊંડા બાઉલમાં સફરજન અને લીંબુનો રસ મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  2. હવે એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં સફરજન-લીંબુનું મિશ્રણ, સાકર, તજનો પાવડર, કીસમીસ અને બદામ મેળવી સારી રીતે મિક્સ કરી પૅનને ઢાંકીને મધ્યમ તાપ પર ૮ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી અને તેને ચમચાના પાછળના ભાગ વડે મસળતા રહી રાંધી લો.
  3. પૅનનું ઢાંકણ ખોલી લીધા પછી પછી તેને મધ્યમ તાપ પર વધુ ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લીધા પછી બાજુ પર રાખો.

આગળની રીત એપલ પાયની રેસીપી બનાવવા માટે

    આગળની રીત એપલ પાયની રેસીપી બનાવવા માટે
  1. તૈયાર કરેલી કણિકના ૩ સરખા ભાગ પાડી બે ભાગ એક સાથે અને એક ભાગ અલગ રાખો.
  2. હવે ૨ ભાગવાળી કણિકને ૩૦૦ મી. મી. (૧૨”)ના ગોળાકારમાં વણી લો. વણતા સમયે તેની કીનારીઓને તમારા હાથથી સમતલ કરતાં રહો.
  3. વણેલા ગોળને એક તરફથી બીજી તરફ લઇ જઇને ઉપાડી લો. પછી તેને ૨૫૦ મી. મી. (૧૦”)વાળા છુટું પડે તેવા એલ્યુમિનિયમના કેક ટીનની મધ્યમાં મૂકીને ખોલી લો. તે પછી તેને ટીનના તળીયા પર અને કીનારીઓ પર સરખી રીતે આંગળીઓ વડે દબાવી લો. પછી જો ટીનની કીનારીઓ પર કણિક રહી ગઇ હોય તો કાઢી લો.
  4. હવે મધ્યમાં સફરજનનું પૂરણ મૂકી તેને ચમચા વડે સરખી રીતે ફેલાવીને બાજુ પર રાખો.
  5. હવે કણિકના બાકી રહેલા એક ભાગને ૩૦૦ મી. મી. (૧૨”)ના વ્યાસના ગોળાકારમાં વણીને રીત ક્રમાંક ૩ મુજબ એક કીનારીએથી લઇ જઇને ઉપાડી લો.
  6. આ વણેલા કણિકના ગોળને સફરજનના પૂરણ પર મૂકી તેને ખોલી લો અને ફરી નીચેની બાજુએ અને ટીનની કીનારીઓ પર આંગળીઓ વડે સરખી રીતે દબાવી લો. અહીં ધ્યાન રાખવાનું છે કે સફરજનનું પૂરણ આ ગોળા વડે સંપૂર્ણ રીતે ઢંકાઇ જવું જોઇએ.
  7. હવે એક ચપ્પુ વડે ઉપર બચેલી કણિકને એવી રીતે કાપવી કે સફરજનનું પૂરણ સંપૂર્ણ ઢંકાય અને બાકી રહેલી કણિકને કાપીને કાઢી નાખવી.
  8. હવે ટીનની કીનારીઓ પર રહેલી કણિકને સૌ પ્રથમ તમારા અંગુઠા વડે અને પછી ફોર્ક (fork) વડે સરખી રીતે દબાવી લો.
  9. હવે ફોર્ક (fork) વડે પાયની ઉપરની બાજુ પર સરખા અંતરે થોડા કાંપા પાડી લો.
  10. પછી પાયની ઉપર બ્રશની મદદથી થોડું દૂધ લગાડીને આગળથી ગરમ કરેલા ઑવનમાં ૧૮૦˚ સે (૩૬૦˚ ફે) તાપમાન પર ૩૫ થી ૪૦ મિનિટ સુધી બેક કરી લો.
  11. સહેજ ઠંડું કરીને એપલ પાયને ટીનમાંથી કાઢી લો.
  12. તેના ૬ સરખા ટુકડા કરીને વેનીલા આઇસક્રીમ સાથે નવશેકું પીરસો.

હાથવગી સલાહ:

    હાથવગી સલાહ:
  1. આ પાય બનાવવા માટે સફરજન નરમ નહીં પણ સખત હોવા જોઇએ.


Also View These Popular Recipes

Related Articles
Recipe Contest

No Contest Announced



View contest archive....
Rate and review this recipe and get 15 days FREE bonus membership!
Subscribe to the free food mailer

Soya

Missed out on our mailers?
Our mailers are now online!

View Mailer Archive

Privacy Policy: We never give away your email

REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Password?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Are you sure you want to delete this review ?

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Reviews