મેથી બાજરી ક્રિસ્પી | ટોડલર્સ અને બાળકો માટે ક્રન્ચી ડ્રોપ્સ રેસીપી | તલ સાથે બાજરી ક્રિસ્પી | Crunchy Drops, Methi Bajra Crispies
તરલા દલાલ દ્વારા
Added to 91 cookbooks
This recipe has been viewed 1821 times
મેથી બાજરી ક્રિસ્પી | ટોડલર્સ અને બાળકો માટે ક્રન્ચી ડ્રોપ્સ રેસીપી | તલ સાથે બાજરી ક્રિસ્પી | crunchy drops recipe for toddlers and kids in gujarati | with 25 amazing images.
મેથી બાજરી ક્રિસ્પી એ પેક્ડ લંચ માટેનો એક સ્વાદિષ્ટ નાસ્તો છે જેનો આનંદ તમારા બાળક તેની પ્લે સ્કૂલમાં ચોક્કસ લેશે! મેથી બાજરા ક્રિસ્પી એ ફિંગર ફૂડ છે જે સરળતાથી ઉપલબ્ધ સામગ્રી સાથે બનાવવામાં આવે છે. તલ સાથે બાજરી ક્રિસ્પી કેવી રીતે બનાવશો તે જાણો.
આ મેથી બાજરી ક્રિસ્પીમાં સાકર અને લીંબુનો રસ ઉમેરવાનું ચૂકશો નહીં કારણ કે તેઓ બાજરીના લોટ અને મેથીના પાનનો સ્વાદ સંતુલિત કરવામાં મદદ કરે છે. બાજરીના લોટના વિકલ્પ તરીકે, તમે તમારી પસંદગીના કોઈપણ અન્ય લોટનો ઉપયોગ કરી શકો છો જેમ કે જુવારનો લોટ, ઓટ્સનો લોટ અથવા રાગીનો લોટ.
તલ સાથે બાજરી ક્રિસ્પી હોમમેઇડ ટિફિન બોક્સ માટે ઉત્તમ વિકલ્પ તરીકે આપી શકો. જો કે તે તળેલો છે, તેમ છતાં તમારા બાળકોના આહારમાં તંદુરસ્ત લોટ અને શાકભાજીનો સમાવેશ કરવાની આ એક સરસ રીત છે. જો તમે ઇચ્છો તો, તમે તેને ગ્રીસ કરેલી બેકિંગ ટ્રે પર મૂકી શકો છો અને તેને પણ બેક કરી શકો છો.
મેથી બાજરી ક્રિસ્પી માટે- મેથી બાજરી ક્રિસ્પી બનાવવા માટે, એક બાઉલમાં બધી સામગ્રી ભેગી કરો અને પૂરતા પ્રમાણમાં પાણીનો ઉપયોગ કરીને અર્ધ-સખત કણિક તૈયાર કરો. ભીના મલમલના કપડાથી ઢાંકીને ૨૫ થી ૩૦ મિનિટ માટે બાજુ પર રાખો.
- ફરીથી તેલ લગાવો અને કણિકને મુલાયમ થાય ત્યાં સુધી ગૂંથી લો.
- કણિકને ૩ સમાન ભાગોમાં વિભાજીત કરો અને એક ભાગને ૧૫૦ મી. મી. (૬”) વ્યાસના ગોળાકારમાં વણી લો.
- કૂકી કટર અથવા અન્ય કોઈપણ મોલ્ડનો ઉપયોગ કરીને ડ્રોપ્સના આકારમાં કાપો અને બાકીના ૨ ભાગોનો ઉપયોગ કરીને વધુ ડ્રોપ્સ તૈયાર કરી લો. તમને કુલ ૭૫ ડ્રોપ્સ મળશે.
- એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરો અને એક સમયે થોડાં ડ્રોપ્સ નાખો, ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી ફ્રાય કરો.
- ક્રિસ્પીને ટીશ્યુ પેપર પર કાઢી લો અને સંપૂર્ણપણે ઠંડુ કરો.
- મેથી બાજરી ક્રિસ્પીને પીરસો અથવા એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરો.
Other Related Recipes
મેથી બાજરી ક્રિસ્પી રેસીપી has not been reviewed
1 FAVOURABLE REVIEW
The most Helpful Favourable review
Reviewed By
somsat,
July 25, 2014
Very delicious and a crispy snack!
The presence of daal makes it healthy too!! Not just kids all the elders too loved it!!!
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe