કોર્ન ઍન્ડ ચીઝ કસાડીયા | Corn and Cheese Quesadillas ( Mexican)
તરલા દલાલ દ્વારા
Added to 83 cookbooks
This recipe has been viewed 4936 times
આ સ્વાદિષ્ટ કસાડીયા, ચીઝ તથા કરકરી મીઠી મકાઇ વડે બનાવીને બધાને પસંદ પડે એવા તૈયાર કરવામાં આવ્યા છે. આ એક જગપ્રખ્યાત મેક્સિકન વાનગી છે જેમાં સામાન્ય અને દરેકને પસંદ પડે એવી સામગ્રીનો ઉપયોગ થયો છે. મેંદા તથા ઘઉંના લોટ વડે બનતા ટોર્ટીલા બહુ સામાન્ય અને દરેકને પસંદ આવે એવી વસ્તુ છે જે તેને પરિપૂર્ણ બનાવે છે. વધુમાં તેમાં મેળવેલા શાક વડે બનાવેલું પૂરણ તેને કરકરા બનાવે છે. આ કોર્ન ઍન્ડ ચીઝ કસાડીયા તૈયાર કરીને તરત જ પીરસસો જેથી તમે તેનો સ્વાદ અને સંરચના આનંદથી માણી શકો.
ટોર્ટીલા માટે- એક બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરીને જરૂરી પાણી મેળવી નરમ કણિક તૈયાર કરો.
- આ કણિકને ઢાંકણ વડે ઢાંકીને ૩૦ મિનિટ માટે બાજુ પર રાખો.
આગળની રીત- પૂરણના ૮ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
- કણિકના ૮ સરખા ભાગ પાડી લો.
- કણિકના દરેક ભાગને ૧૫૦ મી. મી. (૬”) વ્યાસના ગોળાકારમાં ઘઉં લોટની મદદથી વણી લો.
- હવે વણેલા ટોર્ટીલાના અડધા ભાગમાં પૂરણનો એક ભાગ મૂકીને બીજો અડધો ભાગ વાળીને અર્ધગોળાકાર બનાવી તેની કીનારીઓ હલકા હાથે દબાવીને ટોર્ટીલા બંધ કરી લો.
- એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી થોડા તેલની મદદથી કસાડીયા બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
- રીત ક્રમાંક ૨ થી ૪ પ્રમાણે બીજા ૭ કસાડીયા તૈયાર કરો.
- તરત જ પીરસો.
Other Related Recipes
કોર્ન ઍન્ડ ચીઝ કસાડીયા has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe