કોકોનટ પપૈયા સ્મૂધી રેસીપી | વીગન પપૈયા સ્મૂધી | હેલ્ધી કોકોનટ મિલ્ક પપૈયા સ્મૂધી | Coconut Papaya Smoothie
તરલા દલાલ દ્વારા
Added to 478 cookbooks
This recipe has been viewed 6117 times
કોકોનટ પપૈયા સ્મૂધી રેસીપી | વીગન પપૈયા સ્મૂધી | હેલ્ધી કોકોનટ મિલ્ક પપૈયા સ્મૂધી | coconut papaya smoothie recipe in gujarati | with 12 amazing images.
કોકોનટ પપૈયા સ્મૂધી એ એક મજેદાર પીણું છે, જે ઉનાળાના ગરમ દિવસો માટે યોગ્ય પીણું છે. નાળિયેરનું દૂધ અને પપૈયાનું મિશ્રણ એક ઠંડુ પીણું બનાવે છે, જે સ્વાદિષ્ટ હોવા સાથે, પેટ માટે ખૂબ જ હલકું પણ છે.
આ હેલ્ધી કોકોનટ મિલ્ક પપૈયા સ્મૂધી બનાવવા માટે પાકેલા અને મીઠા પપૈયાનો ઉપયોગ કરો. વિટામીન એ અને વિટામીન સીથી ભરપૂર હોવાથી પપૈયા વધારાના કોલેસ્ટ્રોલને ઓક્સિડાઇઝ કરીને હૃદયના રોગો સામે રક્ષણ આપે છે. પપૈયામાં કાર્બોહાઇડ્રેટ ઓછું હોય છે અને તેથી તે બ્લડ સુગર લેવલને વધારતું નથી અને કબજિયાતથી રાહત આપે છે.
કોકોનટ પપૈયા સ્મૂધીમાં ઉપયોગમાં લેવાતા નારિયેળના દૂધના ઘણા ફાયદા છે. નારિયેળનું દૂધ એક એમ. સી. ટી. (મીડિયમ ચેઇન ટ્રિગ્લાઇસેરાઇડ્સ) (medium chain triglycerides) - જે સીધો યકૃતમાં જાય છે અને શરીરમાં ચરબી તરીકે સંગ્રહિત થતો નથી. નાળિયેરના દૂધમાં પોટેશિયમની પણ થોડી માત્રા પણ હોય છે, જે હાઈ બ્લડ પ્રેશર ધરાવતા લોકો માટે ફાયદાકારક છે. નાળિયેરના દૂધમાં હાજર લૌરિક એસિડ (lauric acid) કોલેસ્ટ્રોલના સ્તર પર હકારાત્મક અસર કરે છે, જે હૃદયના સ્વાસ્થ્યને પણ સુધારે છે.
કોકોનટ પપૈયા સ્મૂધી માટે- કોકોનટ પપૈયા સ્મૂધી બનાવવા માટે, નાળિયેરનું દૂધ, પપૈયા, કેળા, આદુ, લીંબુનો રસ અને બરફના ટુકડાને મિક્સરમાં ફેરવી સુંવાળું ફીણદાર પીણું તૈયાર કરો.
- કોકોનટ પપૈયા સ્મૂધીને ૨ વ્યક્તિગત ગ્લાસમાં રેડો અને ઠંડું પીરસો.
Other Related Recipes
Accompaniments
કોકોનટ પપૈયા સ્મૂધી રેસીપી has not been reviewed
2 FAVOURABLE REVIEWS
The most Helpful Favourable review
Reviewed By
vinalbhalerao,
March 12, 2014
A very refreshing drink.Papaya is a good source of vitamin C.The coconut milk imparts a nice,creamy feel to this drink.
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe